Not Set/ હૈદરાબાદ ટેસ્ટમાં એક ક્રિકેટ ફેન્સે એવું તો શું કર્યું કે, થોડાક સમય માટે મેચ રોકવી પડી

હૈદરાબાદ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બે ટેસ્ટની અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ દરમિયાન મેદાનમાં એક એવો નજારો જોવા મળ્યો હતો, જેને જોઈ સૌ કોઈ હેરાન […]

Trending Sports
DpSzOXNV4AAReRf હૈદરાબાદ ટેસ્ટમાં એક ક્રિકેટ ફેન્સે એવું તો શું કર્યું કે, થોડાક સમય માટે મેચ રોકવી પડી

હૈદરાબાદ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

બે ટેસ્ટની અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ દરમિયાન મેદાનમાં એક એવો નજારો જોવા મળ્યો હતો, જેને જોઈ સૌ કોઈ હેરાન થઇ ગયા હતા અને થોડાક સમય માટે મેચ પણ રોકવી પડી હતી.

match555 101218120155 હૈદરાબાદ ટેસ્ટમાં એક ક્રિકેટ ફેન્સે એવું તો શું કર્યું કે, થોડાક સમય માટે મેચ રોકવી પડી
sports-indian-fan-takes-selfie-virat-kohli-running-field-disrupting-first-day-of-the-second-test-hyderabad

હકીકતમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ મેદાનમાં ઉતર્યા બાદ મેચની ગણતરીની જ ઓવરની રમત થઇ હતી, પરંતુ આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીનો એક ફેન્સ મેદાનમાં ચાલ્યો આવ્યો હતો અને કોહલી સાથે સેલ્ફી લઈ રહ્યો હતો.

આ જોઇને તમામ હેરાન પરેશાન થઇ ગયા હતા, કારણ કે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ આ યુવક મેદાનમાં કોઈ પણ અગવડ વિના પ્રવેશવામાં સફળ થઇ ગયો હતો.

match 3555 101218120155 હૈદરાબાદ ટેસ્ટમાં એક ક્રિકેટ ફેન્સે એવું તો શું કર્યું કે, થોડાક સમય માટે મેચ રોકવી પડી
sports-indian-fan-takes-selfie-virat-kohli-running-field-disrupting-first-day-of-the-second-test-hyderabad

આ દરમિયાન તે વિરાટ કોહલીને ગળે મળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો અને અંતે તે કોહલી સાથે સેલ્ફી લેવામાં પણ સફળ રહ્યો હતો.

જો કે આ વચ્ચે હેરાન કરનારી વાત એ હતી કે, સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ આ યુવકને તરત જ મેદાનમાંથી બહાર કરતા જોઈ શકાયા ન હતા.

સીરીઝમાં બીજીવાર આ પ્રકારની ઘટના આવી સામે

match 5555 101218120155 હૈદરાબાદ ટેસ્ટમાં એક ક્રિકેટ ફેન્સે એવું તો શું કર્યું કે, થોડાક સમય માટે મેચ રોકવી પડી
sports-indian-fan-takes-selfie-virat-kohli-running-field-disrupting-first-day-of-the-second-test-hyderabad

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ ટેસ્ટ શ્રેણીમાં પહેલીવાર નથી, જયારે ક્રિકેટના મેદાનમાં આવીને કોઈ યુવક ક્રિકેટર સાથે સેલ્ફી લઈ રહ્યો છે. આ પહેલા રાજકોટમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પણ બેટિંગ કરવા માટે ઉતરેલા કેપ્ટન કોહલી સાથે ફેન્સ મેદાનમાં આવી ગયો હતો.