Bhavnagar news: ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો.યુવતી સાથે શારીરિક સંબંધને લઈને ફાયરિંગ કરાયું હતું.પીન્ટુ ઉર્ફે સરકાર નામના વ્યક્તિએ ફાયરીંગ કર્યું હતું.પીન્ટુએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરતા હોસ્પિટલમાં નાસભાગ મચી જવા પામી હતી.મોડી રાત્રે ફાયરીંગને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ બનાવમાં એક વ્યક્તિને હાથના ભાગે સામાન્ય ઇજા પોહચી હતી.
આ અંગે ઇજાગ્રસ્ત પરિવારનાં વ્યક્તિ જાવેદ સૈયદના જણાવ્યા પ્રમાણે, સર ટી હોસ્પિટલમાં મારા ઘરનાને ડ્રેસિંગ કરવા લાવ્યા હતા. આ દરમિયાન બે વ્યક્તિઓ ટુ વ્હીલર પર આવતા બે લોકોએ પિસ્તોલ કાઢીને ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટના મોડી રાતે 2.45ની આસપાસ આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં બેમાંથી એક વ્યક્તિને હું ઓળખું છું જેનું નામ પિંટુ ઉર્ફે સરકાર હતો. જ્યારે બીજો વ્યક્તિ અજાણ્યો હતો. અમારે 6 મહિના પહેલા ઘર અંગે માથાકૂટ થઇ હતી.
તો આ અગાઉ આવી જ ફાયરિંગની ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં લૂંટારુ પિસ્તલ લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હાથમાં પિસ્તલ લઈને રોડ પર દોડે છે અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.
આ પણ વાંચો: સુરતમાં ભણતા ભણતા મોત
આ પણ વાંચો:ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત
આ પણ વાંચો:બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ
આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ