Not Set/ ગુજરાતની 7 માંથી 4 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી, તારીખો કરાઇ જાહેર

લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી. તે ગુજરાત વિધાનસભાનીન 7 બેઠકો માટેની પેટા ચૂંટણી વિશેની અગત્યની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 4 બેઠકની ચૂંટણીની જાહેરાત હાલ પંચ દ્વારા કરી દેવામાં આવી છે. આ ચાર બેઠકોમાં મહેસાણા–ખેરાલુ, બનાસકાંઠા–થરાદ, અમદાવાદ – અમરાઈવાડી, મહીસાગર– લુણાવાડા બેઠક પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે.  21 તારીખે […]

Top Stories Gujarat Others
general elections 2019 c 660 041019070914 ગુજરાતની 7 માંથી 4 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી, તારીખો કરાઇ જાહેર

લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી. તે ગુજરાત વિધાનસભાનીન 7 બેઠકો માટેની પેટા ચૂંટણી વિશેની અગત્યની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 4 બેઠકની ચૂંટણીની જાહેરાત હાલ પંચ દ્વારા કરી દેવામાં આવી છે. આ ચાર બેઠકોમાં મહેસાણાખેરાલુ, બનાસકાંઠાથરાદ, અમદાવાદ – અમરાઈવાડી, મહીસાગરલુણાવાડા બેઠક પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે.  21 તારીખે યોજવામાં આવેલ મતદાનની મતગણતરી 24 ઓક્ટોબરે યોજાશે.

આપને જણાવી દઇએ કે ગુજરાતમાં હાલ 7 બેઠકો ખાલી છે.  ખેરાલુ, થરાદ, અમરાઈવાડી, લુણાવાડા બેઠક ઉપરાંત રાધનપુર, બાયડ, મોરવા હડફની બેઠકો પણ ખાલી છે. જો કે, ચૂંટણી પંચ દ્વારા હાવ 21 ઓક્ટોબર માટે 4 બેઠકની જ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. બાકી રહેલી રાધનપુર, બાયડ, મોરવા હડફ માટે હાલ કોઇ પણ જાહેરાત કરવામાં આવી ન હોવાથી અનેક રાજકીય અટકળો ચર્ચાતી જોવામાં આવી રહી છે.

ગુજરાતની 4 બેઠકો પર પેટા ચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પેટા ચૂંટણીની તારીખો જાહેર થઇ જતા રાજકીય પક્ષોમાં ગતી વિધીએ તેજી પકડી હોય તેવું જોવામાં આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.