Election/ કોંગ્રેસ હાથ પર હાથ રાખીને બેઠી છે, અમે ભાજપને ગુજરાતમાંથી ઉખાડીશું – મનિષ સિસોદિયા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ બરાબર જામ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે.વિધાનસભા અને લોકસભામાં પણ ટિકિટોનો અટલો કકડાટ ક્યારેય ગુજરાતમાં જોવામાં આવ્યો નથી

Top Stories India
manish કોંગ્રેસ હાથ પર હાથ રાખીને બેઠી છે, અમે ભાજપને ગુજરાતમાંથી ઉખાડીશું - મનિષ સિસોદિયા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ બરાબર જામ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે.વિધાનસભા અને લોકસભામાં પણ ટિકિટોનો અટલો કકડાટ ક્યારેય ગુજરાતમાં જોવામાં આવ્યો નથી. ભાજપ – કોંગ્રેસ ટિકિટ બદલી અને ફોર્મ ભરવાની ખેંચતાણમાં છે, ત્યાં
આમ આદમી પાર્ટી દ્વારા તો ગુજરાતમાં પ્રચાર પ્રસાર પણ પૂર જોશમાં શરુ કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનાં પ્રચાર માટે દિલ્હીથી પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને દિલ્હીનાં Dy. CM મનિષ સિસોદિયા ગુજરાતમાં આવ્યા છે અને અમદાવાદ પૂર્વમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, મોટી સંખ્યામાં લોકો રોડ શો માં જોડાયા હોવાની વાત સામે આવી રહી છે. મનિષ સિસોદિયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો છે અને અનેક વિવિદ કાર્યક્રમો અને શો પણ આજે આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવ્યા છે.

1

કૃષિ આંદોલન / નજર પહોંચે ત્યાં સુધી દિલ્હીની બહાર ખેડૂતો અને અંદર પોલીસનું શાંતીપૂર્ણ ચક્કાજામ

ગુજરાતમાં પ્રચાર માટે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદમાં કહ્યું કે, લોકોની માંગ હતી કે કેજરીવાલ સરકાર ગુજરાતમાં આવે. કેજરીવાલ સરકારે 5 વર્ષમાં દિલ્હીની કાયાપલટ કરી છે. અમે અહીંથી ગુજરાતમાં 25 વર્ષથી સ્થાયી ભાજપને હટાવીશું. મનપામાં તમામ પાયાની સુવિધાઓનો અભાવ જોવામાં આવી રહ્યો છે. મનપાની શાળાઓમાં શિક્ષણનો અભાવ જોવામાં આવી રહ્યો છે. શહેરના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત છે. દિલ્હી મોડલ અમદાવાદમાં લાગું કરીશું.

Manish Sisodiya 1 કોંગ્રેસ હાથ પર હાથ રાખીને બેઠી છે, અમે ભાજપને ગુજરાતમાંથી ઉખાડીશું - મનિષ સિસોદિયા

Election: દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ…

કોંગ્રેસ પર પ્રહાર કરતા મનિષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું કે, કોંગ્રેસમાં તાકાત જ નથી કે અવાજ ઉઠાવે. કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેઠી છે. આમ આદમી પાર્ટી ભાજપનો સફાયો કરશે. દિલ્હી ખેડૂતો મુદ્દે મનિષ સિસોદિયા દ્વારા પોતાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્રની મોદી સરકાર જીદ કરી રહી છે અને ખેડૂતોના હિતને નથી સમજી રહી. મારુ માનવું છે કે ખેડૂતોની કોઇ પણ રીતે સમસ્યાનું નિવારણ આવવું જોઇએ.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…