બનાસકાંઠા/ માતા પિતા જ બન્યા હેવાન, સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય એ માટે આપ્યો આવો ત્રાસ

બનાસકાંઠાના ધાનેરામાં સગાઈ બાદ દીકરી ભાગી ન જાય તે માટે માતા પિતાએ દીકરીને સાંકળથી બાંધી રાખી હતી.

Top Stories Gujarat Others
દીકરી ભાગી ન જાય
  • બનાસકાંઠાઃ માતા પિતાએ પોતાની દિકરીને આપ્યો ત્રાસ
  • સગાઇ બાદ દીકરી ભાગી ન જાય તે માટે બાંધી સાંકળ
  • સગાઇ બાદ 3વાર દીકરી ઘર છોડીને ભાગી ગઇ
  • અભ્યમની ટીમે દીકરીને મુક્ત કરાવી
  • દીકરીને પગે ફોલલા હોસ્પિ.ના બદલે ભુવા પાસે લઇ ગયા

બનાસકાંઠામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં માતા પિતાએ પોતાની દિકરીને પર ત્રાસ ગુજાર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જણાવીએ કે, સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે પિતાએ આ પ્રકારનું પગલું ભર્યું હતુ. જોકે કોઈ વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઈનને ફોન કરીને જાણ કરતા અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને માતા-પિતાને સમજાવીને દીકરીને મુક્ત કરાવી હતી.

માતા પિતાએ સાંકળથી બાંધેલી દીકરીને ઈજા થતા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ ભૂવા પાસે લઇ ગયા હતા. સગાઇ કર્યા બાદ 2-3 વખત દીકરી ભાગી જતા માતા પિતાએ આ પગલું ભર્યું હોવાનું માતા પિતાએ 181 અભયમને નિવેદન આપ્યું હતું.

યુવતીને સાંકળથી બાંધવાનું કારણ પૂછતા તેમણે કહ્યું કે અંધશ્રદ્ધાના લીધે અને મારી સગાઈ જ્યાં કરેલ છે ત્યાં પૈસાની લેવડ દેવડ ના લીધે મારા માતા પિતાએ સાંકળથી મને બાંધેલ છે,તો માતાપિતાએ કારણ આપ્યુ કે, મારી દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ તે કોઈ કારણોસર બે થી ત્રણ વાર ઘરેથી ભાગી ગઈ છે. તેથી અમે તેને ગૌચર વિસ્તારમાંથી શોધી લાવ્યા છીએ. એ ફરીથી ભાગી ના જાય એટલે અમે તેને સાંકળથી બાંધેલી છે. એટલુ જ નહિ, દીકરીને સાંકળને કારણે ફોલ્લા થયા તો માતાપિતા તેને ડોક્ટરને બદલે ભુવા પાસે લઈ ગયા હતા.

યુવતીને આ રીતે સાંકળથી બાંધીને રાખતા તેને ફોલ્લા થયા હતા. જોકે માતા-પિતાએ તેને ડોક્ટરની પાસે લઈ જવાને બદલે ભુવા પાસે લઈને પહોંચ્યા હતા. જોકે બંનેની વાત સાંભળીને અભયમની ટીમે યુવતી અને માતા-પિતા બંનેને સમજાવ્યા હતા અને દીકરીને મુક્ત કરાવી હતી.

આ પણ વાંચો:કેડી હોસ્પિટલના સોફ્ટવેરમાં સાયબર એટેક, 70 હજાર ડોલરની કરાઈ માગ

આ પણ વાંચો:ખેડૂતો માટેનું સબસીડી વાળું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો:બહેરામપુરામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક અરજીઓ કર્યા પછી પણ તંત્રના આંખ આડા કાન

આ પણ વાંચો:શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ