Not Set/ એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે

એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે.. જી હા. વાંચી ને જરૂર નવાઈ લાગશે, પરંતુ સાચી વાત છે. એએમસી હવે તમારા દ્વારે આ સુવિધા લાવી છે. જરૂર છે માત્ર તમારૂ વાહન લઈને રોડ પર એક આંટો મારવાની આપું આપ એકસરસાઈઝ થઈ જશે. […]

Top Stories Ahmedabad Gujarat
pit એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે

એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે.. જી હા. વાંચી ને જરૂર નવાઈ લાગશે, પરંતુ સાચી વાત છે. એએમસી હવે તમારા દ્વારે આ સુવિધા લાવી છે. જરૂર છે માત્ર તમારૂ વાહન લઈને રોડ પર એક આંટો મારવાની આપું આપ એકસરસાઈઝ થઈ જશે.

નવરાત્રીનો પર્વ શરુ થાય છે ત્યારે રાત્રી ના સમયે અમદાવાદના રોડ રાત્રીના સમયે સૌથી વ્યસ્ત રહેવાના છે. તેવામાં નવા બનાવેલા  તેમજ રેસરફેસ કરેલા રોડ-રસ્તા ધોવાઈ ગયા છે. સાથેજ વરસાદના કારણે શહેરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલાતોમાં છે. ત્યારે જો કોઈ ખરાબ રસ્તાઓના કારણે ખાડામાં ખાબકે તો જવાબદારી કોની…?

pit 3 એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે

કોર્પોરેશન કરોડોના ખર્ચે પ્રિ મોન્સૂન કામગીરી કરે છે પરંતુ આ ભ્રષ્ટ તંત્રની કામગીરી અમદાવાદમાં એક જ વરસાદી ઝાપટામાં ધોવાઈ જાય છે. સ્થાનિકો પણ કોર્પોરેશનની હલકી કામગીરી પર પોતાનો રોષ ઠાલવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 1 કે 2 દિવસ પહેલા જ રોડ રસ્તા બનાવામા આવ્યા છે. ત્યારે એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા, નાગરિકો કોર્પોરેશનના સતાધીધોને અનેક સવાલો કરે છે.

જો તમારે મસાજ કરાવવી હોય તો કોઈ મસાજ પાર્લરમાં જવાની જરૂર નથી.. માત્ર અમદાવાદના રસ્તા પર એક ચક્કર મારી લો તો તમને આપોઆપ મસાજ થઈ જાય. છેલ્લા 3 મહિનામાં આવેલ વરસાદને કારણે અમદાવાદમાં ઠેરઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. અને મેયર અને કમિશનર શ્રીને આ ખાડા દેખાતા નથી.

3 કરોડના ખર્ચે કોર્પોરેશને ખાડા પૂરવાની વાત કરી હતી. પરંતુ જે ખાડા પૂર્યા હતા તે પણ એક જ વરસાદમાં ધોવાઈ ગયા છે. ભ્રષ્ટાચારી તંત્રને કારણે સમગ્ર અમદાવાદ શહેર ખાડામય શહેર બની ગયું છે. જેના કારણે શહેરવાસીઓને પારાવાર મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વરસાદ શરૂ થતાની સાથે જ રોડના ધોવાણ અને ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિ ભાજપના હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન 70 ટકા ખાડા પુરાઈ ગયા હોવા નો દાવો કરે છે. પરંતુ અમદાવાદમાં કોઈ એક રસ્તો એવો નથી કે જ્યાં ખાડા ન હોય. શહેરનો કોઈ પણ વિસ્તાર જોઈ લો રોડ પર ખાડો ન જોવા મળે તેવું બને જ નહિ તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

3 કરોડના ખર્ચે ખાડા પુર્વની એએમસીની  વાતો  માત્ર વાતો જ સાબિત થઈ છે. જે રોડ અને રસ્તાનું રિસરર્ફેસિંગ થયું હતું તે પણ માત્ર એક જ વરસાદી ઝાપટમાં ધોવાઈ ગયું છે. અને તંત્ર દ્વારા જે હેલ્પ લાઇન નંબર આપવામાં આવ્યો છે, તે માત્ર ફરિયાદ જ નોંધે છે, તેના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

pit 2 એકસરસાઈઝ માટે કોઈ જ જિમમાં જવાની જરૂર નથી, માત્ર અમદાવાદનાં રસ્તા પર એક ચક્કર મારી લો.. આપોઆપ એકસરસાઈઝ થઈ જશે

નિકોલ, અનિલસ્ટાર્ચ રોડ, અમદુપુરા, દિલ્હીદરવાજા, જીવરાજ પાર્ક, વેજલપુર, એસજી હાઇવે, વાડજ, ઘાટલોડિયા એમ તમામ વિસ્તારમાં રોડ-રસ્તા ધોવાઈ ગયા છે… ઠેર-ઠેર ભુવા પડી ગયા છે, અને લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે… તંત્ર ઘ્વારા હલકી ગુણવતાની વસ્તુઓનો ઉપયોગ કરીને રોડ પર થીગડાં મારી દેવામાં આવ્યા છે.

જેના કારણે રી સરફેસ કરેલા રોડ પણ બેસી ગયા છે. સ્થાનિકોએ રોડ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરી હતી જો કે કોર્પોરેશન દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જેના કારણે આજે રોડની હાલત કફોડી બની છે.અને મગર ની પીઠ જેવા અમદાવાદના રોડ રસ્તા બન્યા છે.

આ પણ વાંચો : AMC તંત્રના પેચવર્કમાં પણ પેચ ..!! વરસાદની રીએન્ટ્રીએ તંત્રનાં ખાડે ગયેલા રોડનાં પેચવર્કની ખોલી પોલ

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.