Not Set/ કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો 24 કલાકમાં 4.10 લાખ રિકવરી કેસ 3.25 લાખ

કોરોનાના ભય સામે સાજા થઇને પરત ફરનારા દર્દીઓની સંખ્યા પણ વધી

Top Stories
Untitled 54 કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો 24 કલાકમાં 4.10 લાખ રિકવરી કેસ 3.25 લાખ

દેશમાં કોરોના સુનામી એ રીતે ચાલી રહી છે કે સમગ્ર દેશને ભરડામાં લીધો છે. ચારેબાજુ કોરોનાનો કહેર છે. સરકાર સતત પ્રયાસ કરી રહી છે. છતા વધુ સફળતા સાંપડતી નથી. એકબાજુ ઓક્સિજનની મૃત્યુ પામનારાની સંખાયા વધી રહી છે. તો બીજી બાજુ નવા કેસોનો ભરમારો થઇ રહ્યો છે. સાથે જ કોરોના સંક્રમણથી બહાર આવેલા લોકો ઘરે પણ જઇ રહ્યા છે. પરંતુ એટલુ નક્કી છે કે કોરોનાનો કાળ કયા સમયે કોને કોળીયો બનાવી જાય તેની કોઇને જાણ નથી.

દેશમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 4.10 લાખથી પણ વધુ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ છે. તો બીજી બાજુ રાહતના સમાચાર પણ સામે આવે છે. રિકવરીમાં પણ ધીમે ધીમે વધારો નોધાયો છે. 24 કલાકની અંદર અંદાજે 3.25 લાખથી પણ વધુ દર્દીઓ રિકવરી થઇને ઘરે પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં દેશની વાત કરીએ તો કુલ કેસની સંખ્યા 2.10 લાખને પાર પહોંચી છે. જ્યારે સમગ્ર દેશમાં રિકવરી થનારા દર્દીનો આંક પોણા બે લાખની નજીક છે. આ સંખ્યા પરથી એટલુ તો નક્કી થાય છે કે કોરોનાના ભય સામે સાજા થઇને પરત ફરનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.