Not Set/ CMના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક, વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં કરાઈ સમીક્ષા

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગાંધીનગરમાં સી.એમના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મુખ્યપ્રધાને રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે સમીક્ષા કરી હતી અને પ્રભાવિત વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે વિશે માહિતી આપી હતી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ વખતે રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે. […]

Top Stories Gujarat Trending
nxal 26 CMના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક, વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં કરાઈ સમીક્ષા

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ગાંધીનગરમાં સી.એમના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર ખાતે બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં મુખ્યપ્રધાને રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે સમીક્ષા કરી હતી અને પ્રભાવિત વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે વિશે માહિતી આપી હતી મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ વખતે રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

જેને કારણે રાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં પૂરતુ પાણી પહોંચ્યું છે અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવશે અને પાણી ઓસર્યા બાદ સર્વે કરીને કેશડોલની કામગીરી કરવામાં આવશે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે વરસાદના પાણી ઓસર્તા સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા 290 જેટલી આરોગ્યની ટીમો બનાવામાં આવી છે મહત્વનું છે કે ભારે વરસાદના કારણેસ રાજ્યાના 25 જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે અને કુલ 14 લોકો કારણે મૃત્યુ પામ્યા છે.

સર્વે માટેની ટીમો રેવ્નયું ડિપાર્મેન્ટે તૈયાર કરી છે

અસરગ્રસ્ત 11  જિલ્લાઓ

290 આરોગ્યની ટીમ

એનડીઆરએફની 22 ટીમો

700 લોકોનું રેસ્કયું કરાયા

સર્વે બાદ જમીનધોવાણ

25 જેટલા ગ્રામો અસરગ્રસ્ત

રાજ્યમાં 111 રસ્તા તૂટ્યા છે