Election/ પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને કર્યા સસ્પેન્ડ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષ જેમ કે AAP અને AIMIM પૂરી તૈયારીઓ કરી રહ્યા છે.

Gujarat Others
PICTURE 4 139 પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને કર્યા સસ્પેન્ડ
  • જામનગરમાં કોંગ્રેસે ત્રણ હોદેદારો ને કર્યા સસ્પેન્ડ…
  • પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કર્યા સસ્પેન્ડ…
  • વિપક્ષી ઉપનેતા અને પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ ને કર્યા સસ્પેન્ડ…
  • પૂર્વ કોર્પોરેટર અબ્દુલ સમા ને કર્યા સસ્પેન્ડ…
  • પૂર્વ યુથ કોંગ્રેસના મંત્રી હનીફ મલેક ને કર્યા સસ્પેન્ડ….
  • આગામી 6 વર્ષ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે ત્રણેય હોદેદારો ને કર્યા પક્ષ માંથી સસ્પેન્ડ…
  • ત્રણેય હોદેદારો ને ટીકીટ ન મળતા અપક્ષ માંથી ભર્યા હતા ઉમેદવારી ફોર્મ….

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષ જેમ કે AAP અને AIMIM પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે જામનગરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જી હા, જામનગરમાં ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, જામનગરમાં કોંગ્રેસે ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છેે. મળી રહેલી માહિતી અનુસાર, તેમણે પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ હોદ્દેેદાર વિપક્ષી ઉપનેતા અને પૂર્વ કોર્પોરેટર જેતુનબેન રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અબ્દુલ સમા અને પૂર્વ યુથ કોંગ્રેસનાં મંત્રી હનીફ મલેક છે, જેમને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આગામી 6 વર્ષ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે ત્રણેય હોદ્દેદારોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થયા બાદ ત્રણેય હોદ્દેદારોને ટીકીટ મળી નથી, જે બાદ તેમણે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે.

Election: લો બોલો!! હવે અહી 100 કાર્યકરોએ ભાજપમાંથી કોંગ્રેસમાં લીધી એન્ટ્રી

Election: કોંગ્રેસે રજુ કર્યો ચૂંટણી ઢંઢેરો ‘શપથપત્ર’ :ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત

Election: ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ