Election/ 16 લેઉવા અને 2 કડવા પટેલ મળી રાજકોટ જિલ્લા પંચાયતની ભાજપની 50 ટકા બેઠકો પર પાટીદારોનો કબજો

ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ભલે એવું કહેવામાં આવતું હોય કે અમે નાત જાતને માનતા નથી અને અમે કાર્યદક્ષ કાર્યકર્તાને ટિકિટની ફાળવણી કરીએ છીએ પરંતુ જ્યારે ટિકિટ ફાળવણી કરવામાં આવે છે ત્યારે ચોક્કસ જ્ઞાતિઓનું

Top Stories
bjp 5 16 લેઉવા અને 2 કડવા પટેલ મળી રાજકોટ જિલ્લા પંચાયતની ભાજપની 50 ટકા બેઠકો પર પાટીદારોનો કબજો

ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ભલે એવું કહેવામાં આવતું હોય કે અમે નાત જાતને માનતા નથી અને અમે કાર્યદક્ષ કાર્યકર્તાને ટિકિટની ફાળવણી કરીએ છીએ પરંતુ જ્યારે ટિકિટ ફાળવણી કરવામાં આવે છે ત્યારે ચોક્કસ જ્ઞાતિઓનું પ્રભુત્વ જોવા મળે છે.રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 50 ટકા બેઠકો ભાજપે પાટીદાર સમાજને ફાળવી છે. લેઉવા પટેલ સમાજના 16 અને કડવા પટેલ સમાજના 2 ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે તે સાથે ટિકિટ ફાળવણીમાં પાટીદાર સમાજને 50ટકા મહત્વ આપવામાં આવ્યું છે. ટિકિટ મેળવવામાં બીજું સ્થાન કોળી સમાજનું આવે છે અને કોળી સમાજના આઠ ઉમેદવારો ભાજપે મેદાનમાં ઉતાર્યાછે. આહીર સમાજના 3 અને દલિત સમાજના 4 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

India vs China / ચીની ટેંકીની પીછેહઠ શરૂ, લદ્દાખથી સામે આવ્યા આવા Live દર્શ્યો

આ અંગે વધુમાં રાજકીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અન્ય સમાજના ઉમેદવારોની વાત કરીએ તો ખાટ, અનુસૂચિત આદિજાતિ, ક્ષત્રિય સમાજને એક એક ટિકિટ આપવામાં આવી છે આહીર સમાજને ત્રણ ટિકિટ મળી છે.કુલ 36 બેઠકમાં 19 ઉમેદવારો જનરલ કેટેગરીના છે 12 ઉમેદવારો ઓબીસીના છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની સંખ્યા 4 છે અને અનુસૂચિત આદિજાતિના ઉમેદવારોની સંખ્યા માત્ર 1 છે.આ ઉપરાંત આગામી તા.28ના રોજ યોજાનારી રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે તેના તમામ 36 ઉમેદવારોનું લીસ્ટ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ જાહેર કર્યું છે. ભાજપે જાહેર કરાયેલા નામમાં કોંગ્રેસમાંથી આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીને સરધારની બેઠક આપી છે. ભડલીની બેઠક પર વાલીબેન કાળુભાઇને ટિકિટ આપવામાં આવી છે.જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં ભાજપ્ને માત્ર બે બેઠક મળી હતી અને તેમાંથી એક બેઠક પર ધ્રુપદબા જાડેજા ચૂંટાયા હતાં. કોલીથડની આ બેઠક પર તેમને ટિકિટ આપવામાં આવી નથી.

Cheating / પુનામાં એક નહીં નવ-નવ લુટેરી દુલ્હન ઝડપાઈ,50 પરિવારો સાથે લગ્નના નામે આચરી છેતરપિંડી

લોધીકામાં ટિકિટના મામલે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને ટિકિટના દાવેદાર મોહનભાઇ દાફડા સામ સામા આવી ગયા હતાં. ભાજપે આ બેઠક પર મોહનભાઇ દાફડાને ટિકિટ આપી છે. વર્ષો પહેલા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલા પી.જી.કિયાડાને ફરી મેદાનમાં ઉતારાયા છે અને તેને પાટણવાવની ટિકિટ આપવામાં આવી છે.કસ્તુરબાધામની બેઠક પર કોને ટિકિટ મળશે તે ભારે ચર્ચામાં હતું અને ભાજપે આ બેઠક માટે ભૂપતભાઇ ડાભીને પસંદ કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…