Not Set/ જીગ્નેશ મેવાણીની ધરપકડ ક્યાંક ચૂંટણી કનેક્શન તો નથી ?

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીનો આંકડો પણ મેળવી શકી ના હતી. અને ૯૯ બેઠકે સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં એ  વાતનું પુનરાવર્તન  ના થાય એ બાબત પર ભાજપ ચોક્કસ ભાર મૂકી રહી છે.

Top Stories Gujarat Trending
Makar 55 જીગ્નેશ મેવાણીની ધરપકડ ક્યાંક ચૂંટણી કનેક્શન તો નથી ?

ગુજરાત રાજ્યમાં આગમની વિધાનસભાની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. તો સાથે ભાજપ પણ પોતાના પ્રતિસ્પર્ધીઓ અનેખાસ કરીને જે બઠકો ઉપર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે  ત્યાં જીત મેળવવા અને જંગી બહુમતી થી જીત હાસિલ કરવા તાલ પાપડ બન્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બહુમતીનો આંકડો પણ મેળવી શકી ના હતી. અને ૯૯ બેઠકે સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં એ  વાતનું પુનરાવર્તન  ના થાય એ બાબત પર ભાજપ ચોક્કસ ભાર મૂકી રહી છે. અને વારંવાર કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી રહી છે. તો અ ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ભાજપે આપનો પણ સામનો કરવો પડશે. અને આપ શિક્ષણ  જેવા સામાજિક મુદ્દા સાથે ઉતર્યું છે. ત્યારે જીગ્નેશ મેવાણી ની થયેલી ધરપકડ અનેક ઈશારાકારી જાય છે.

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની શુક્રવારે મોડી રાત્રે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી હતી. આ પછી તેને અમદાવાદથી ફ્લાઈટ મારફતે આસામ લઈ જવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરતાં પોલીસે જીગ્નેશ મેવાણીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ષડયંત્ર હેઠળ ગુનો કરવા બદલ જીગ્નેશ મેવાણી પર IPCની કલમ 120(B) લગાવવામાં આવી છે. આ સિવાય અન્ય જે પણ કલમ લગાવવામાં આવી છે તે જીગ્નેશ મેવાણી માટે મુશ્કેલી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક કલમો બિનજામીનપાત્ર છે.

વાસ્તવમાં જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે ટિપ્પણી કરી હતી. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અંગે પણ ટ્વિટ કર્યું હતું. ટ્વીટ દ્વારા જીગ્નેશે દેશમાં તાજેતરના તોફાનો પર નિવેદન આપવાની અપીલ કરી હતી.

jignesh mevai arrest 1 જીગ્નેશ મેવાણીની ધરપકડ ક્યાંક ચૂંટણી કનેક્શન તો નથી ?

જામીન મળે તો પણ જીગ્નેશને આસામમાં ચક્કર લગાવવા પડશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણીને જામીન મળે તો પણ તેણે આગામી દિવસોમાં આસામના ચક્કર લગાવવા પડશે કારણ કે આસામમાં જ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી શકે છે.

બીજી તરફ, ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આ વખતે 150+ બેઠકોના મિશન સાથે ચાલી રહ્યા છે. આ મિશન એટલું સરળ નથી, તેથી જ ભાજપની નજર હવે એવી બેઠકો પર છે જે દાયકાઓથી કોંગ્રેસ પાસે છે અને ભાજપ પણ આ બેઠકો પર ભગવો લહેરાવવાની રાજનીતિ કરી રહી છે. ભાજપ જીગ્નેશને પોતાના પક્ષમાં સામેલ કરી શકશે નહીં, જેના કારણે ભાજપે વડગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા મણીભાઈ વાઘેલાને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે અને હવે આ બેઠક પર ભાજપ ખૂબ જ મહેનત કરી રહ્યું છે.

AIMIM પણ ગુજરાતની ચૂંટણીમાં ઉતરશે

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી આ વખતે ગુજરાતની ચૂંટણી લડશે. ઓવૈસી ચૂંટણી લડવાના કારણે ગુજરાતમાં બે ડઝન જેટલી બેઠકો પર કોંગ્રેસને નુકસાન થવાની પણ શક્યતા છે. જીગ્નેશ મેવાણીને અહીંથી ઓવૈસીથી સૌથી વધુ જોખમ હતું, કારણ કે તેમની સીટ પર મુસ્લિમ મતદારો પણ મોટી સંખ્યામાં છે.

હાલમાં જ જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને દેશમાં રામ નવમી અને હનુમાન જયંતિ પર થયેલી હિંસા અંગે ભાજપ સરકાર પર ખુલ્લો પ્રહાર કર્યો હતો. આ સાથે તેણે આ ટ્વીટ દ્વારા મુસ્લિમ સમાજના લોકોને પણ પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. જો જીગ્નેશ આમાં સફળ થયો હોત તો ભાજપ અને ઓવૈસીને આંચકો લાગ્યો હોત, પરંતુ તે પહેલા જ આસામ પોલીસે જીગ્નેશની ધરપકડ કરી લીધી હતી.

રાજકીય નિષ્ણાતો પણ કહે છે કે ભાજપ આમ આદમી પાર્ટીને વધુ મજબૂત થવા દેવા માંગતી નથી. દલિતો અને આદિવાસીઓને ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વાળવામાં આવી રહ્યા હતા, તેમને રોકવા માટે જીગ્નેશની  ધરપકડ કરવામાં આવી છે.