ગુજરાત/ સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

સુરત શહેરમાં અનેક કાર્યો એવા થાય છે.જે લોકોને ઉપયોગી થાય છે જન ઉપયોગી આ કાર્યક્રમમાં 31મી ડિસેમ્બરની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 12 31T131952.816 સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં 31મી ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 31 ડિસેમ્બની ઉજવણીમાં ખોટા ખર્ચ નહીં કરી દીકરીઓને આગળ વધારવાની મુહિમ સાથે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ માતાઓ દ્વારા દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું. આવી રીતે સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

YouTube Thumbnail 2023 12 31T132313.703 સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

સુરત શહેરમાં અનેક કાર્યો એવા થાય છે.જે લોકોને ઉપયોગી થાય છે જન ઉપયોગી આ કાર્યક્રમમાં 31મી ડિસેમ્બરની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ભલાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં 31મી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌમાતાનું પૂજન કરાયું હતું.ખાસ 31મી ડિસેમ્બર અનોખી રીતે ઉજવણી કરવા માટે થઈ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વ્હાલી દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મુહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની બાળકીઓની માતા અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા.

YouTube Thumbnail 2023 12 31T132402.669 સુરતમાં 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા-પિતા તેમની દીકરીઓ સાથે આવ્યા હતા દીકરીઓના હાથે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ માતાઓએ પોતાના હાથે જ પોતાની દીકરીઓનું પૂજન કર્યું હતું ..બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓને આગળ વધારવા માટે થઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે 31મી ડિસેમ્બરના રોજ લોકો ખોટી રીતે ખર્ચો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.ત્યારે આ સંસ્થા દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Maharashtra/છત્રપતિ સંભાજીનગરની ફેક્ટરીમાં લાગી આગ, દાઝી જવાથી છ લોકોના મોત

આ પણ વાંચો:Hiranandani/મુંબઈના ટ્રાફિકે ઉભી કરી મુશ્કેલી તો અબજોપતિ લોકલ ટ્રેનમાં દોડ્યા ઓફિસે

આ પણ વાંચો:Suicide Case/સરકારી ડૉક્ટરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારીને કરી આત્મહત્યા, ખળભળાટ ફેલાયો