સુરેન્દ્રનગર/ સુરેન્દ્રનગરમાં મહાશિવલિંગ શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું,શ્રદ્વાળુઓ ભારે સંખ્યમાં સામેલ થયા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગવાણા ગામથી ભગવાન વાળીનાથ તરભ મહાશિવલિંગની શોભા યાત્રા પાટડી વડવાળા મંદિર ખાતે આવી પહોંચી હતી

Top Stories Gujarat
1 6 સુરેન્દ્રનગરમાં મહાશિવલિંગ શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું,શ્રદ્વાળુઓ ભારે સંખ્યમાં સામેલ થયા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગવાણા ગામથી ભગવાન વાળીનાથ તરભ મહાશિવલિંગની શોભા યાત્રા પાટડી વડવાળા મંદિર ખાતે આવી પહોંચી હતી,ભગવાન વાળીનાથ તરભના કોઠારી દશરથગીરી બાપુ તથા સમીરગીરી બાપુ આ શોભાયાત્રામાં સહભાગી થયા હતા દસાડાના ગવાણા ગામથી દસાડા, કઠાડા, જૈનાબાદ, માવસર અને પાટડી શહેરમાં વિવિધ સ્થળોએ મહાશિવિલિંગ યાત્રાનું ઉમણાકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ખારાપાટ પરગણાના રબારી સમાજના યુવાનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે આશીર્વચન પાઠવતા ભગવાન વાળીનાથ તરભ જગ્યાના કોઠારીશ્રીએ જણાવ્યું હતું કે, મારો નાથ મારા દ્વારે મહા શિવલિંગ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે. આ શિવલિંગ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું કે, શિવધામ વાળીનાથ મહાદેવ(અખાડા, તરભ) નવનિર્મિત મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભવ્ય શિવલિંગની યાત્રા ભારતભરમાં બાર જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે પરિપૂર્ણ કરાઈ છે.

વિસનગર તાલુકાનાં તરભ ખાતે તા.૧૬થી ૨૨ ફેબ્રુઆરીના રોજ વિસનગર તાલુકાના તરભ ખાતે આવેલી વાળીનાથ મંદીરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા ખારાપાટના તમામ લોકોને બાપુએ આહવાન કર્યું હતું,આ પ્રસંગે વાળીનાથ તરભના સમીર ગીરી બાપુએ જણાવ્યું હતું કે, દિવ્ય શિવલિંગનું ના આગમન સમયે ખારાપાટમાં વડીલો આગેવાનો અને યુવાનોએ ભવ્યક્તિ ભવ્ય સ્વાગત કર્યું છે.આગામી ૧૬ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી સુધી વાળીનાથ તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાત ભરમાંથી લોકો જોડાવાના છે ત્યારે આ પ્રસંગે ખારાપાટ પરગણા ના પણ વડીલો યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૧૦૦ હવન કુંડી અતિ રુદ્ર મહાયજ્ઞ,૧૫૦૦૦ યજમાન એક કરોડ આહુતિ આપવામાં આવશે .આવા અવસરનો લાભ રબારી સમાજના દરેક લોકોને મળે તેવો વાળીનાથ તરભ જગ્યાના મહંત શ્રી પૂજ્ય જયરામગીરી બાપુનો સંદેશ આપવામાં આવ્યો છે.

વધુમાં સમીરગીરી બાપુએ ભગવાન વાળીનાથ તરભ જગ્યાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૬૬માં બળદેવગીરી બાપુએ ‘પુસ્તકની પરબ’ શરૂ કરી શિક્ષણનો યજ્ઞ આરંભ્યો હતો. આ પુસ્તકની પરબના પુસ્તકોનો લાભ સંસદ સભ્ય બાબુભાઈ દેસાઈ સહિતનાઓએ મેળવ્યો છે.વર્ષ ૧૯૯૦માં ગાંધીનગર ખાતે ગોપાલક છાત્રાલય નિર્માણમાં ૪૪ લાખની સહાય કરવામાં આવી હતી. જેમાં હાલ ૩૫૦થી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આ છાત્રાલયમાંથી અભ્યાસ કરી ૧૦૦થી વધુ દીકરીઓએ સરકારી નોકરી મેળવી છે. ગાંધીનગરની બાજુમાં રાયસણ લીમ્બજમાંના મંદિર ખાતે રબારી સમાજના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કેરિયર એકેડેમી ચલાવવામાં આવે છે. જેમાં ૩૭૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને ૨૩૦થી વધુ રબારી સમાજના વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી છે,પાટડી વડવાળા મંદિર ખાતે યોજાયેલ રુદ્રાભિષેક કાર્યક્રમનું સમગ્ર સ્ટેજ સંચાલન કનુભાઈ ચરકટાએ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રુદ્રાભિષેક કાર્યક્રમના ભોજન દાતા લેંબાભાઈ કાળોતરા, મહા આરતીના દાતા પરબતભાઈ ભૂંગળ,સાલના દાતા વિહાભાઈ મકવાણા, મંડપના દાતા ઈશ્વરભાઈ ગોયલ, લાઈવ ડી. જે.ના દાતા રાયમલભાઈ પાડીવાળા સહિતનાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, રઘુભાઈ ખાંભલા, નરેશભાઈ રબારી, ઈશ્વરભાઈ ભાડકા, બાબુભાઈ આલ, બેચરભાઈ આલ, પ્રભાતભાઈ ખટાણા, રઘુભાઈ સાવધરીયા,જામાભાઈ ચરમટા, જાયમલભાઈ કલોતરા, ગાંડાભાઈ ખાંભલા, નવઘણભાઈ ખાંભલા, બેચરભાઈ ગોયલ સુરસાગર ડેરીના ડિરેક્ટરશ્રી વાલાભાઈ ભરવાડ, સહિત ખારાપાટ પરગણાના વડીલ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં