ગુજરાત/ આપે જાહેર કર્યું સંગઠનનું નવું માળખું, ઈશુદાન અને ઇંદ્રનીલ રાજ્યગુરુને મળી મોટી જવાબદારી

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં AAP દ્વારા સંગઠનનું માળખું વિખેરી નાખવામાં આવ્યું હતું. આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે નવા માળખાની જાહેરાત કરી છે.

Top Stories Gujarat
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં AAP દ્વારા સંગઠનનું માળખું વિખેરી નાખવામાં આવ્યું હતું. આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે નવા

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં AAP દ્વારા સંગઠનનું માળખું વિખેરી નાખવામાં આવ્યું હતું. આજ રોજ AAP ગુજરાતના પ્રભારી સંદિપ પાઠકે નવા માળખાની જાહેરાત કરી છે. જેમાં ‘ઈસુદાન ગઢવીને AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઇન્દ્રનિલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. અને કૈલાશ ગઢવીને  ગુજરાતના ખજાનચી બનાવાયા છે.’

No description available.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં AAPની  11 લોકોની ટિમ કામ કરી રહી છે . AAP નું સંગઠન કોઇ પણ પાર્ટીના સંગઠનને ચેતવણી આપવા હવે મજબૂત છે.  ગુજરાતમાં સંગઠન બનાવવા ની સ્પીડ પંજાબ કરતા વધારે ઝડપી છે. લોકોમા ઊર્જા જોવા મળી રહી છે.

તો આ પ્રસંગે  ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, મને જવાબદારી આપવા બદલ કેજરીવાલ સહિત તમામ નો આભાર માનું છું. પુરી નિષ્ઠા સાથે જવાબદારી નિભાવવાનીપુરી કોશિશ કરીશ. આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. હજુ બીજી અને ત્રીજી લિસ્ટ આવશે.

તો આ પ્રસંગે ડૉ.સંદીપ પાઠકે જણાવ્યુ હતું કે,  સંગઠન સ્વસ્થ અને એક્ટિવ જોવું જોઈએ. સંગઠન મોટું હોવાથી કાઈ થતું નથી. અમે સાચા સમયે CM નો ચહેરો જાહર કરીશું. પ્રમુખ સારું કામ કરે છે એટલે નથી બદલ્યા. ઈશુદાન અને ઇંદ્રનીલ નેશનલ લેવલે પણ સારું કામ કરશે એવું અમારું માનવુ છે. પાર્ટી બહુ મોટી થઈ ગઈ છે. એટલે લોકોને ધ્યાન માં રાખી ને ઇલેક્શન પહેલા આ નિર્ણય લીધો છે. અહીં પદની લાલશ થી કોઈ નથી આવ્યું. એટલે તેને ઈમાનદારી થી ફરજ નિભાવીશું.

બારડોલી / સરદાર સન્માન સંકલ્પ યાત્રા પહેલાં અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાની અટકાયત