સુરત
સુરતના કામરેજ ચાર રસ્તા નજીક હનુમાન મંદિર પાસે યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. તમે જાણીને ચોંકી જશો કે ટ્રિપલ હત્યાના કેસમાં સંડોવાયેલ આરોપીએ બીજા સાથી આરોપીની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ સુરતના માજી કોર્પોરેટર પ્રફુલ તોગડીયાના ભાઈ ભરત તોગડીયા સહિત અન્ય આરોપી હત્યામાં સંડોવાયેલ છે. આ ટ્રિપલ હત્યાના આરોપીઓએ સાથે મળીને ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની હત્યા કરી હતી.
ત્યારે આ આરોપીઓએ ગોલ્ડનને ચપ્પુના 10 થી વધુ ઘા મારી કરપીણ હત્યા કરી હતી અને હત્યા કરીને ફરાર થઇ ગયેલ છે. ત્યારે આ હત્યાની ઘટના કામરેજ ચાર રસ્તા પર પોલીસ ચોકીથી 50 મીટરના અંતરે રાત્રીના સમયે બની હતી.
ત્યારે આ ઘટના બનતા જ કામરેજ પોલીસ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે