Not Set/ રાજકીય/ હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા

હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સભ્યોને જો પક્ષાંતર ધારા હેઠળ વિકાસ કમિશનર સસ્પેન્ડ કરશે તો હિંમતનગર તાલુકા પંચાયતમાં નવાજૂની જરૂર થશે. આપને જણાવી દઇએ કે, 2015માં તાલુકા પંચાયતની ચૂંટણી આમ તો કોંગ્રેસે જીતી હતી. પરંતુ  પાછળથી કોંગ્રેસના ત્રણ અને અન્ય એક સભ્ય એમ કુલ મળી ચાર સભ્યો ભાજપમાં […]

Gujarat Others Politics
himatnagar રાજકીય/ હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા

હિંમતનગર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ગુમાવે તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સભ્યોને જો પક્ષાંતર ધારા હેઠળ વિકાસ કમિશનર સસ્પેન્ડ કરશે તો હિંમતનગર તાલુકા પંચાયતમાં નવાજૂની જરૂર થશે.

આપને જણાવી દઇએ કે, 2015માં તાલુકા પંચાયતની ચૂંટણી આમ તો કોંગ્રેસે જીતી હતી. પરંતુ  પાછળથી કોંગ્રેસના ત્રણ અને અન્ય એક સભ્ય એમ કુલ મળી ચાર સભ્યો ભાજપમાં ભળતા સત્તા પર ભાજપ પાસે આવી હતી.

ગુજરાત કોંગ્રેસે આ સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીની માગ સાથે વિકાસ કમિશનરને અપીલ કરી હતી. કાર્યવાહીના ડરથી બે સભ્યો કોંગ્રેસમાં પાછા ફરતા ભાજપ લઘુમતીમાં છે. હવે જો વિકાસ કમિશનર ભાજપમાં ગેયલા આ સભ્યોને સસ્પેન્ડ કરે છે, તો ભાજપનું સત્તામાંથી બહાર જવું ફાઈનલ છે.બન્ને પક્ષો વચ્ચે ટાઈ પડે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.