Not Set/ #કોરોનાવિસ્ફોટ થી ભાવનગર જીલ્લામાં ફરી 5 નવા કેસ સાથે કુલ આંક 81; લોકડાઉનનું પાલન કરવા પોલીસે કરી અપીલ

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર મહાનગરોમાં જોવામાં આવી રહ્યો છે. ચાર મહાનગરોને બાદ કરતા રાજ્યમાં ભાવનગર જીલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા છે. કોરોનાનાં વિસ્ફોટ પર વિસ્ફોટથી ભાજનગર જીલ્લામાં હાહાકાર જોવામાં આવી રહ્યો છે. જીલ્લાનાં મહત્વનાં તાલુકામાં પણ કોરોના પહોંચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી કોરોના બોમ્બ ફાટ્યો હોય તેવી રીતે 5 નવા […]

Gujarat Others
4a79559a61e4e059aa6102232e822e08 #કોરોનાવિસ્ફોટ થી ભાવનગર જીલ્લામાં ફરી 5 નવા કેસ સાથે કુલ આંક 81; લોકડાઉનનું પાલન કરવા પોલીસે કરી અપીલ

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર મહાનગરોમાં જોવામાં આવી રહ્યો છે. ચાર મહાનગરોને બાદ કરતા રાજ્યમાં ભાવનગર જીલ્લામાં સૌથી વઘુ કેસ નોંધાયા છે. કોરોનાનાં વિસ્ફોટ પર વિસ્ફોટથી ભાજનગર જીલ્લામાં હાહાકાર જોવામાં આવી રહ્યો છે. જીલ્લાનાં મહત્વનાં તાલુકામાં પણ કોરોના પહોંચી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી કોરોના બોમ્બ ફાટ્યો હોય તેવી રીતે 5 નવા કેસ સામે આવતા તંત્ર પણ દોડતું થઇ ગયુ છે. પાંચ નવા કેસમાં 2 કેસ ભાવનગર જીલ્લામાં આવેલ જૈનોના તિર્થ સ્થાન પાલિતાણામાં સામે આવ્યા છે. તો બાકી નાં 3 કેસ શહેરમાં નોંધવામાં આવ્યા છે. જીલ્લામાં શિહોરમાં પહેલા જ કોરોના પહોંચી ચૂક્યો છે, ત્યારે પાલિતાણામાં નવા 2 કેસ આવતા પોલીસ વિભાગ અને તંત્રની ચિંતામાં વધારો જોવામાં આવી રહ્યો છે. 

જીલ્લામાં અચાનક કોરોનાનાં કહેરને કારણે તંત્ર પણ ચિંતામાં આવી ગયું છે. અત્યાર સુધીમાં ઉપરા છાપરી કોરોના પોઝિટીવ કેસ સામે આવતા અને મોત પણ નોંધાય ચૂક્યા હોવાનાં કારણે તંત્ર દોડતું થઇ ગયુ છે અને પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહેવા અને લોકડાઇનનું પાલન કરી કોરોનાને જરા પણ લાઇટમાં ન લેવા વિનંતી સાથે ચિમકી પણ આપવામાં આવી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ તમામ લોકોને અપીલ કરે છે કે, ઘરમાં રહો બીન જરુરી બહાર નિકળવાનું ટાળો, સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુચનાઓનું ચુસ્ત રીતે પાલન કરી તમે અને તમારા પરિવારને કોરોનાનાં સંક્રમણથી સુરક્ષીત રાખો…..

જુઓ આ શું વિનંતી કરવામાં આવી પોલીસ દ્વારા મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન