Gujarat-Bhajanlal Sharma/ રાજસ્થાનના મુખ્યમંત્રી આજે ગુજરાતમાં આવશે

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે આવવાના છે. ભજનલાલ શર્મા આજે છોટાઉદેપુરમાં આવવાના છે. તેઓ છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણીપ્રચાર કરશે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 88 રાજસ્થાનના મુખ્યમંત્રી આજે ગુજરાતમાં આવશે

ગાંધીનગરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે આવવાના છે. ભજનલાલ શર્મા આજે છોટાઉદેપુરમાં આવવાના છે. તેઓ છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણીપ્રચાર કરશે. તેઓ છોટાઉદેપુરમાં યોજાનારી ભાજપની જનસભામાં હાજર રહેશે અને ઉમેદવારો નામાંકનપત્ર ભરશે ત્યારે પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજસ્થાનીઓની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે ત્યારે તેઓ રાજ્યમાં વસતા રાજસ્થાની સમુદાય સાથે પણ સંવાદ કરશે તેમ મનાય છે.

આ ઉપરાંત તે ગુજરાતના સીએમ ભુપેન્દ્રપટેલ અને પક્ષપ્રમુખ સીઆર પાટિલ સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે. તેની સાથે તેઓ ગુજરાતમાં ચૂંટણીપ્રચારની રણનીતિ પર ચર્ચા કરશે. આ ઉપરાંત ચૂંટણીપ્રચારની વ્યૂહબાજી પર વાત કરશે.

હાલમાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યુ છે તેના અંગે પણ સીએમ તથા પક્ષપ્રમુખ સાથેની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ભજનલાલ શર્મા પોતે બ્રાહ્મણ હોવાથી ક્ષત્રિય સમાજમાં પણ નોંધપાત્ર સન્માન ધરાવે છે. તેથી ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત કરવા અને તેને રૂપાલાના નિવેદન પછી ભાજપથી વિમુખ થતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ મનાય છે. કમસેકમ પરસોત્તમ રુપાલાનું નુકસાન ગુજરાતની બહાર બીજી બેઠકો પર ન થાય તે તો તે કરી જ શકે તેમ છે. આ વિવાદ ગુજરાતની અંદર જ સીમિત રાખવા માટે અને તેના છાંટા રાષ્ટ્રીય સ્તરે બીજી બેઠકો પર ન ઉડે તે જોવા માટે તેઓ પ્રયત્ન કરે તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

આ પણ વાંચો:કેસર કેરીથી જાણીતા આ જીલ્લાના રાજકારણની આ છે ખાસીયત,વાંચો મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ

આ પણ વાંચો:વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી