election 2024/ સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત પર રાહુલ ગાંધીનો ટોણો

બંધારણને તોડવાની દિશામાં વધુ એક પગલું ગણાવ્યું

Top Stories Gujarat
Beginners guide to 2024 04 22T213616.087 સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત પર રાહુલ ગાંધીનો ટોણો

Gujarat News : ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સુરતમાં બિનહરીફ જીત પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે આ બંધારણને તોડવાની દિશામાં વધુ એક પગલું છે. સુરતમાં રવિવારના રોજ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ થયું હતું. બાદમાં  સોમલવારે ભાજપ સિવાયના અન્ય તમામ ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. જેથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી.

આ હાલતમાં રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપીને તેને તાનાશાહની અસલી સુરત ગણાવી હતી.

તેમણે સોશિયલ મિડીયા એક્સ પર લખ્યું હતું કે તાનાશાહની અસલી સુરત ફરીથી દેશની સામે છે. લોકો પાસેથી તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજુ પગલું છે. આ ફક્ત સરકાર બનાવવાની નહી પણ દેશને બચાવવાની ચૂંટણી છે. બંધારણના રક્ષા માટે ચૂંટણી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રટર્નિંગ ઓફિસરે સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભામીનું નામાંકન રદ્દ કર્યું હતું. દરખાસ્ત કરનારાઓની સહીઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જોવા મળતા તેમનું નામાંકન રદ્દ કરાયું હતું. બાદમાં પક્ષના વૈકલ્પિક ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનારા સુરેશ પડસાલાનું નામાંકન પત્ર પણ રદ્દ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ભાજપના ઈશારે કુંભાણીનું નામાંકન રદ્દ કરાયું છે એવો આરોપ લગાવીને પાર્ટીએ કહ્યું હતું કે તે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ