ગુજરાત/ ધરતી પર એલિયનનો ગોળો પડવાનો સિલસિલો યથાવત, હવે આ શહેરમાં પડ્યો અવકાશી પદાર્થ

કનોડા ગામના એક ખેતરમાં અવકાશી પદાર્થ પડ્યો છે. ખેડૂતે આ સમગ્ર મામલે સરપંચને જાણ કરી છે. ત્યાર બાદમાં સરપંચે અવકાશી પદાર્થ અંગે સાવલી પોલીસને જાણ કરી છે.

Gujarat Others
અવકાશી પદાર્થ
  • સાવલીના કનોડા પોઇચા ગામે પડ્યો અવકાશી પદાર્થ
  • કનોડા ગામે ખેતરમાં પડ્યો અવકાશી પદાર્થ
  • સરપંચે સાવલી પોલીસને કરી જાણ
  • ગ્રામજનોમાં ભયનો માહોલ
  • FSL અને ઉચ્ચ અધિકારીઓને કરાઇ જાણ

મધ્ય ગુજરાતમાં અવકાશી પદાર્થ પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.સાવલીના કનોડા પોઇચા ગામે અવકાશી પદાર્થ પડ્યો છે. કનોડા ગામના એક ખેતરમાં અવકાશી પદાર્થ પડ્યો છે. ખેડૂતે આ સમગ્ર મામલે સરપંચને જાણ કરી છે. ત્યાર બાદમાં સરપંચે અવકાશી પદાર્થ અંગે સાવલી પોલીસને જાણ કરી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ અંગે FSL અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઇ છે.

આણંદ, નડિયાદ બાદ હવે વડોદરામાં પણ અવકાશમાંથી ગોળા પડવાની ઘટનાએ કુતૂહલ સાથે રહસ્ય સર્જ્યુ છે. લોકોમાં હવે ડરનો માહોલ છે. હજુ સુધી ગોળા અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી ગોળનું રહસ્ય વધુ ઘેરાયું છે. વડોદરાના પોઈચા ગામે ખેતરમાં આકાશમાથી પડેલો પદાર્થ મળી આવ્યો છે. ખેતરમા એલિયનનો ગોળો પડતાં તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. મધ્ય ગુજરાતમાં અવકાશીય ગોળા પડવાનો સિલસિલો સતત યથાવત છે. ધાતુ જેવા પદાર્થથી બનેલો અવકાશી ગોળા વરસી રહ્યાં છે. સાવલી પોલીસે અવકાશી પદાર્થનો કબજો લીધો છે. સાવલી પોલીસે FSL અને ઊચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે.

આણંદ જિલ્લાના ભાલેજ, ખંભોળાજ અને રામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે આકાશમાંથી અજાણી વસ્તુઓ પડી હતી, જે દેખાવમાં કોઈ ગોળા જેવી વસ્તુ લાગી રહી છે.

આ ત્રણેય વિસ્તારો એકબીજાથી 15 કિલોમીટરના અંતરે આવેલા છે. પહેલા ભાલેજમાં કાળા ધાતુ જેવો ‘બોલ’ આકાશમાંથી પડ્યો, પછી ખંભોળાજ અને રામપુરામાં આવી જ ઘટના બની. રિપોર્ટ અનુસાર આકાશમાંથી પડેલા આ ગોળાનું વજન પાંચ કિલો હતું.

એક અહેવાલ મુજબ, આણંદ જિલ્લાના એસપી અજીત રઝિયાને જણાવ્યું હતું કે ધાતુનો ગોળો કોઈ સેટેલાઇટનો ઉપગ્રહનો કાટમાળ હોઈ શકે છે. તેમણે કહ્યું કે પહેલો ‘ગોળો’ ગુરુવારે સાંજે લગભગ 4.45 વાગ્યે પડ્યો હતો અને થોડી જ વારમાં અન્ય બે જગ્યાએથી પણ સમાન ઘટના ઘટી હતી.

આ પણ વાંચો:સામાન્ય લોકો માટે કેસર કેરીનો સ્વાદ બન્યો કડવો, આટલા ટકા પાક નાશ પામ્યો

આ પણ વાંચો:પાટણમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીને થઈ ગંભીર ઇજા

આ પણ વાંચો:પૂર્વ પ્રેમીથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, સુસાઇડ નોટ વાંચીને તમે પણ રડી પડશો…

આ પણ વાંચો:લીંબડીના નાની કઠેચી ગામના 13 હજાર લોકો અને 6 હજાર માલઢોર પાણી માટે વલખાં મારે છે