પ્રહાર/ ગોપાલ ઇટાલિયાએ નરેશ પટેલના મામલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર…

આમ આદમી પાર્ટી દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, હવે તેમને કઈ પાર્ટીમાં જવું છે તે નિર્ણય નરેશ પટેલના હાથમાં છે.

Top Stories Gujarat
5 39 ગોપાલ ઇટાલિયાએ નરેશ પટેલના મામલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર...

પાંચ રાજ્યની ચૂંટણીમાં ભાજપને ચાર રાજ્યમાં જવલંત વિજ્ય થયા બાદ ગુજરાત રાજ્યમાં પણ વહેલી ચૂંટણી યોજવાની વ્યુહરચના ભાજપની છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તમામ પાર્ટી સક્રીય થતી જાય છે. તાજેતરમાં જ આપના ઘણા નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે હવે નરેશ પટેલ પર તમામ પાર્ટીઓની નજર છે. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કોંગ્રેસને ડૂબતુ વહાણ ગણાવ્યું હતું.

ગોપાલ ઈટાલિયાએ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, નરેશ પટેલને લઈ કોંગ્રેસ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, તે ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જાડાશે. વધુમાં ઈટાલિયાએ જણાવ્યું કે કોંગ્રેસ એક ડૂબતું વહાણ છે. દેશમાં જે રાજયમાં ચૂંટણી થઈ છે ત્યા કોંગ્રેસને માર પડી છે. ત્યારે નરેશ પટેલને લઈ તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને લાગતું નથી.આમ આદમી પાર્ટી દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, હવે તેમને કઈ પાર્ટીમાં જવું છે તે નિર્ણય નરેશ પટેલના હાથમાં છે.

ગોપાલ ઈટાલિયાએ સીએમને લઈ પણ કોંગ્રેસ પર ટીકા ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું કે, જો કોંગ્રેસ જીતી તો નરેશ ભાઈને સીએમ બનાવશે ખરી?

કોંગ્રેસની જીત છેલ્લા 30 વર્ષથી જોવા મળી નથી, ત્યારે ગમે તે ચૂંટણી હોય અને જયા પણ હોય ત્યા કોંગ્રેસનો સુપડો સાફ થતો જ જોવા મળે છે. તેવા ગોપાલ ઈટાલિયાએ પ્રહારો કર્યા છે. સીએમના ચહેરાને લઈ કોંગ્રેસ મજાક કરી રહી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. વધુમાં હોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, અમે આદિવાસી સમાજના હિતેચ્છુ મહેશ વસાવાને મળ્યા હતા, જેથી અમે તમામ સમુદાય સાથે આગળ વધીશું. ભાજપના ભ્રષ્ટ લોકોને જે દૂર કરવા માંગે છે એ અમારી સાથે આવે.