કોરોના/ સુરતમાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા શાળા એક સપ્તાહ માટે બંધ

એક શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેના લીધે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે

Top Stories Gujarat
CORONA 4 સુરતમાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા શાળા એક સપ્તાહ માટે બંધ

ભૂલકા વિહાર માં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

ધોરણ 2,9 અને 10 માં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

એક સપ્તાહ માટે ભૂલકા વિહાર શાળા બંધ કરાઈ

આરોગ્ય વિભાગે શાળા બંધ કરાવી

શાળા ના 144 વિદ્યાર્થીઓ અને 19 કર્મચારીઓ નું ટેસ્ટિંગ કરાયું

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ,સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં પણ સ્થિતિ હવે થોડી ચિંતાજનક થઇ છે. ઓમિક્રોનના કેસ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતના સુરતમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. એક શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેના લીધે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારીના પગલાં લેવા એકશન મોડમાં આવી ગયા છે.

સુરતના ભૂલકા વિહાર શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. આ શાળામાં ધોરણ 2,અને 9 સહિત 10ના વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું અને શાળાને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે. આ કોરોનાના કેસ મળી આવતા શાળાના 144 વિધાર્થી અને 19 કર્મચારીઓના ટેસ્ટીંગ કરાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં 13કેસ  વડોદરામાં 11   કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 577ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,28,126છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,17,937થઇ છે.