Video/ રાજકોટમાં પોલીસનો ડર ન હોય તેવો માહોલ સર્જાયો, બે  યુવતીઓનો જાહેરમાં મારામારી કરતો વિડીયો થયો વાયરલ

રાજકોટમાં જાહેરમાં યુવતીઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તાલુકા પોલીસ મથક નજીક મોડીરાત્રે યુવતીઓ વચ્ચે બોલાચાલી…

Gujarat Rajkot
રાજકોટમાં

રાજકોટમાં ગુનાખોરી ઘટી હોવાના પોલીસ કમિશ્નરનાં દાવાઓ વચ્ચે લુખ્ખાઓ, અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેવો માહોલ સર્જાયો છે. જેમાં હવે તો યુવતિઓમાંથી પણ પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વાતની સાબિતી આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ  થયો છે. જેમાં તાલુકા પોલીસ મથક પાસે બે યુવતિઓ સરાજાહેર ગાળાગાળી તેમજ મારામારી કરી રહી છે. એટલું જ નહીં પોલીસને પણ બેફામ ગાળો આપી રહી છે. જો કે વિડીયો ક્યારનો છે અને તેમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો : વિશ્વની વિરાટ પ્રતિમા SOU પરથી કેવડીયામાં ગુંજતા થયા રેડિયો યુનિટી 90 FMના સુર

રાજકોટમાં જાહેરમાં યુવતીઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તાલુકા પોલીસ મથક નજીક મોડીરાત્રે યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન યુવતીઓએ અશ્લિલ શબ્દનો ઉપયોગ કરી એકબીજાને ઢીંકાપાટુનો માર પણ માર્યો હતો. એક શખ્સે આ યુવતીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ પાછી વળી ન હતી. આ વીડિયો ક્યારનો છે તે અંગે હજુ જાણી શકાયું નથી. જો કે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચો :ઊનામાં 15 વર્ષના વિદ્યાર્થીએ સ્ત્રી પહેરવેશ ધારણ કરી ગળાફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તાલુકા પોલીસ મથક નજીક મોડીરાત્રે એક્ટિવા સવાર બે યુવતિઓ રેસ્ટોરન્ટ પર ધસી આવે છે. અને એકબીજાની ઉપર ગાળોનો વરસાદ વરસાવી જાહેરમાં ઢીંકાપાટુ કરતી પણ જોવા મળે છે. દરમિયાન એક વ્યક્તિ આ બન્નેને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવતિઓ તેને જવાબ પણ નથી આપતી. દરમિયાન એક યુવતિએ બોલે છે કે,  તાલુકાના પીએસઆઇને કહી દેજે, તારે જે લખાવું હોય તે લખાવી દેજે.

આ પણ વાંચો : રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

પોલીસ મથક બહાર થયેલી ધમાલથી એકઠા થયેલા ટોળામાં પણ અનેક ચર્ચાઓ ચાલી હતી. લોકો ભારે અચરજમાં મુકાયા હતા. એટલું જ નહીં આ પૈકી એક યુવતિ નશો કરેલી હાલતમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. જો કે પોલીસ મથકની બહાર બનેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ કે કાર્યવાહી શા માટે નથી થઈ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. અને શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવેલી દુર્ગા શક્તિ ટીમો પણ ઘોર નિંદ્રામાં હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે આ વાયરલ વિડીયો મામલે ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો :ભાઈ એ પોતાના મોટા ભાઈની કરી હત્યા, ઘટનાથી વિસ્તારમાં મચ્યો હડકંપ