Duplicate RC Book/ સુરતમાં ડુપ્લિકેટ RC બુકથી બાઇક વેચવાનું કોભાંડ ઝડપાયું

સુરત શહેરમાંથી વધુ એક ગુનાખોરીના Duplicate RC Book મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે. શહેરમાં નકલી આરસી બુક બનાવીને બાઇકો વેચનારી ટોળકીને ઉતરાણ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી. પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat
Duplicate RC Book સુરતમાં ડુપ્લિકેટ RC બુકથી બાઇક વેચવાનું કોભાંડ ઝડપાયું

@Divyesh Parmar

સુરતઃ સુરત શહેરમાંથી વધુ એક ગુનાખોરીના Duplicate RC Book મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે. શહેરમાં નકલી આરસી બુક બનાવીને બાઇકો વેચનારી ટોળકીને ઉતરાણ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી. પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી નકલી આરસી બુક બનાવી આપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે. ઉતરાણ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી, તે દરમિયાન પોલીસે નકલી RC બુક બનાવી આપીને બાઇકો વેચવાનું કૌભાંડ ધ્યાને આવ્યુ હતુ, પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ સમગ્ર મામલામાં એક સગીર સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઉત્રાણ વિસ્તારમાં વીઆઇપી રોડ પાસેથી Duplicate RC Book ચોરીની મોટરસાઇકલ સાથે ફિરોઝખાન પઠાણને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેમની પાસેથી બાઇકના ડોક્યુમેન્ટસ મેળવી ચકાસણી કરવામાં આવી હતી..પોલીસે ખાતરી હતી કે આ બાઈક ચોરીની જ છે, જેથી અગાઉ થયેલ બાઈક ચોરીની ફરિયાદ ના આધારે બાઈકના મૂળ માલિક ને બોલાવતા તેમણે બાઈક ની અસલી RC બુક બતાવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

 પોલીસે આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરતાં એક 15 વર્ષના Duplicate RC Book કિશોરે મોજશોખ કરવા માટે આ બાઇક ઉત્રાણ એન્જલ સ્કવેરમાંથી ચોરી હોવાનું ખૂલ્યું હતું. ત્યાર બાદ ગાડી લે-વેચનું કામ કરતાં વસીમને આ મોટરસાઇકલ વેચી દેવામાં આવી હતી. ફિરોઝખાને આ બાઇક વસીમ પાસેથી ખરીદી હતી. ફિરોઝખાને જય ઉર્ફે જીમી અને નોપારામ પઢિયાર પાસેથી આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી હતી.  આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો .

જોકે, ઉતરાણ પોલીસે આ કેસ અંગે સઘન તપાસ શરૂ કરી ત્યારે Duplicate RC Book આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને નકલી આરસી બુક  બનાવી આપનાર એજન્ટ હિતેશ ખુદસકર ફરાર થઇ ગયો હતો.પોલીસે વસીમ મહંમદ પટેલ ,જય ઉર્ફે જિમી અછરા, નોપારામ ખીમચંદ્ર પઢીયાર, કપિલ ઇશ્વરલાલ કાપડિયા અને અમીરસ ઉર્ફે અજય ચંદ્ર કાંત ની ધરપકડ કરી હતી. આરોપીઓ RC બુક માં RTO માં હોય તે પ્રકારે જ સિક્કો મારી નકલી RC બુક બનાવી દેતા હતા જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad-Ellisbridge/ અમદાવાદનો એલિસબ્રિજ બનશે હવે ટુરિસ્ટ પ્લેસ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ રાહુલ ગાંધીને SC તરફથી મોટી રાહત, લોકસભામાં જવાનો માર્ગ થયો ખુલ્લો

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast/ બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સર્જાતા અંબાલાલની ઓગસ્ટમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Rajkot News/ રાજકોટમાં ઝડપાયેલ આતંકીઓ અંગે મોટો ખુલાસો, જેતપુરમાં રહી 5 વર્ષ કર્યું સોની કામ

આ પણ વાંચોઃ PM Modi On INDIA Alliance/ પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધને આપ્યું નવું નામ, ગણાવ્યા અહંકારી