Not Set/ રાજકોટમાં ડો. ચિરાગ માત્રાવડિયા બાદ ઓર્થોપેડિક સર્જન ડો. હિરેન કોઠારી બન્ને વૅક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ

રાજકોટના વધુ  એક ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ વોકહાર્ટ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. ચિરાગ માત્રાવડિયા બે વખત વેકસીન લીધા બાદ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે તેના જેવો જ કિસ્સો સામે આવ્યો છે.

Gujarat Rajkot
dr kothari રાજકોટમાં ડો. ચિરાગ માત્રાવડિયા બાદ ઓર્થોપેડિક સર્જન ડો. હિરેન કોઠારી બન્ને વૅક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ

રાજકોટના વધુ  એક ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ વોકહાર્ટ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો. ચિરાગ માત્રાવડિયા બે વખત વેકસીન લીધા બાદ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે તેના જેવો જ કિસ્સો સામે આવ્યો છે.રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન અને નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર ડોક્ટર હિરેન કોઠારી અને તેમના પરિવારના સભ્યોએ વેકસીનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયા છે.શહેરના તબીબી જગત માંથી એક પછી એક ડોક્ટરો અને તેમના પરિવારો કોરોના પોઝિટિવ થતાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.જ્યારે આ બન્ને ડૉકટર્સ તેમને રસી મુકાયા બાદ સામાન્ય લક્ષણો આવતા સામાન્ય જનતાને વહેલી તકે રસી મુકવા માટે અપીલ કરી રહ્યા છે.

dr hiren kothari family રાજકોટમાં ડો. ચિરાગ માત્રાવડિયા બાદ ઓર્થોપેડિક સર્જન ડો. હિરેન કોઠારી બન્ને વૅક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડોક્ટર હિરેન કોઠારીના પત્ની અને જાણીતા એડવોકેટ તેજલ કોઠારી સૌ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા ત્યારબાદ ડોક્ટર હિરેન કોઠારીના માતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ડોક્ટર હિરેન કોઠારીએ પણ તેનો રિપોર્ટ કરાવતા બે-બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્રીજી વખત તેમનો પોઝિટિવ થયાનો રિપોર્ટ આવ્યો હતો. ડોક્ટર હિરેન કોઠારીના માતાની  વય વધારે હોય તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છ, જ્યારે તેમના પત્ની અને ડોક્ટર કોઠારી બંને હોમ આઇસોલેટ થયા છે.

hk રાજકોટમાં ડો. ચિરાગ માત્રાવડિયા બાદ ઓર્થોપેડિક સર્જન ડો. હિરેન કોઠારી બન્ને વૅક્સિનના ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ

જોકે ડોક્ટર ચિરાગ માત્રાવડિયાની જેમ ડોક્ટર હિરેન કોઠારીએ પણ આ બાબત  સામાન્ય ગણાવી હતી. તેમજ પોતે બે વખત વેક્સિંગ લીધી હોવાના કારણે હવે તેમને પહેલાં જેટલી ગંભીર અસર નહીં થાય એ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ડોક્ટર હિરેન કોઠારીએ જણાવ્યું હતું કે વેકસીનના બંને ડોઝ લીધા બાદ અમે લોકો પોઝિટિવ આવ્યા છીએ પરંતુ હળવાં લક્ષણો છે,જેથી વધારે તકલીફ નહીં થાય. આથી તેમણે ડોક્ટર હોવાના નાતે રાજકોટ સહિત સમગ્ર રાજ્યની જનતાને સંદેશ આપ્યો હતો કે દરેક લોકોએ અવશ્ય લેવી જોઇએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…