Gujarat/ રાજ્યમાં વધુ એક જગ્યાએ લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો બ્રિગેડ કોલ

રાજ્યમાં આગની ઘટનાઓ બંધ થવાનુ નામ નથી લઇ રહી. એક પછી એક રાજ્યમાંથી આગની ઘટનાઓ સામે આવતી રહે છે.

Gujarat Others
Mantavya 24 રાજ્યમાં વધુ એક જગ્યાએ લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો બ્રિગેડ કોલ
  • નવસારી GIDCમાં લાગી ભીષણ આગ
  • કબીલપોર GIDCમાં ફર્નીચર બનાવતી કંપનીમાં આગ
  • ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો
  • બારડોલીથી પણ ફાયર ફાયટરો બોલાવ્યા
  • લાકડાનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું

રાજ્યમાં આગની ઘટનાઓ બંધ થવાનુ નામ નથી લઇ રહી. એક પછી એક રાજ્યમાંથી આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક આગની ઘટના હાલમાં સામે આવી છે.

Gujarat / રાજ્યનાં 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય

મળી રહેલી માહિતી અનુસાર, નવસારી GIDC માં ભીષણ આગ લાગી છે. નવસારીનાં કબીલપોર GIDC માં ફર્નિચર બનાવતી કંપનીમાં આગની ઘટના બનતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. આપને જણાવી દઇએ કે, લાકડાનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું હતુ. આ ભયાનક આગ પર કાબુ મેળવવા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. આગ કેટલી ભયાનક હશે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે બારડોલીથી પણ ફાયર ફાયટરો બોલાવવામાં આવ્યા. વધુ આગનાં કારણે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.

Crude Oil / પેટ્રોલ-ડીઝલનાં ભાવો બતાવી રહ્યા છે ધોળા દિવસે તારા, જાણો આ મોંઘવારીનાં વિષચક્ર વિશે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ