Not Set/ બાયડના ગાબટ ગામે પ્રેમ લગ્નની અદાવત રાખી છોકરીના સગા સહિત 500થી વધુ માણસોના ટોળાએ છોકરાના ઘર પર હુમલો કરવાની ઘટના સામે આવી..

બાયડના ગાબટ ગામે પ્રેમ લગ્નની અદાવત રાખી છોકરીના સગા સહિત 500થી વધુ માણસોના ટોળાએ છોકરાના ઘર પર હુમલો કરવાની ઘટના સામે આવી.. આ ઘટના સર્જાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો…. મળતી માહિતી મુજબ છોકરી પક્ષના 500થી વધુ લોકોના ટોળાએ છોકરાના ઘરે પથ્થરમારો કરીને ઘરમાં ઘુસીને મારઝૂડ કરી હતી.. આ ઉપરાંત ઘર પાસે પાર્ક કરેલા […]

Gujarat
vlcsnap error903 બાયડના ગાબટ ગામે પ્રેમ લગ્નની અદાવત રાખી છોકરીના સગા સહિત 500થી વધુ માણસોના ટોળાએ છોકરાના ઘર પર હુમલો કરવાની ઘટના સામે આવી..

બાયડના ગાબટ ગામે પ્રેમ લગ્નની અદાવત રાખી છોકરીના સગા સહિત 500થી વધુ માણસોના ટોળાએ છોકરાના ઘર પર હુમલો કરવાની ઘટના સામે આવી.. આ ઘટના સર્જાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો…. મળતી માહિતી મુજબ છોકરી પક્ષના 500થી વધુ લોકોના ટોળાએ છોકરાના ઘરે પથ્થરમારો કરીને ઘરમાં ઘુસીને મારઝૂડ કરી હતી.. આ ઉપરાંત ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી… આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાબટ ગામના એક યુવકે ગામની અન્ય જ્ઞાતિની યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા… ત્યાર બાદ યુવતિના પરિવારજનોએ કોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરતા બન્ને હાજર થતા તેમની સંમતિથી લગ્ન કરાવવામાં આવ્યા.. ત્યાર બાદ હવે આ ઘટનની અદાવતમાં યુવતિના પરિવાર જનો દ્વારા યુવકના ઘર પર હુમલો કરવામાં આવતા પરિવારજનોમાં ભય ફેલાયો હતો… ઘટનાને પગલે સાઠંબા પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી… આ ઘટનામાં 2 પોલીસ કર્મીઓ સહિત 5 લોકોને ઈજાઓ આવી હતી…ત્યારે હવે પોલીસના અધિકારીઓએ હુમલો કરનારા લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પકડવાની તજવીજ હાથધરી છે…