OXYGEN/ વડનગરમાં ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કરાયો

કુદરતી હવામાંથી 1.5 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે

Gujarat
11111111 વડનગરમાં ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કરાયો

વડનગર જએમઇઆરએસ સરકારી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારે બે કરોડ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટને મંજૂર કરતા રાજ્ય સરકાર દ્વારા ઇન્સટોલેશન ખર્ચ ઉઠાવી ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૃ કર્યો છે.

કુદરતી હવામાંથી 1.5 ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ખુબ ગંભીર હોવાથી ઓક્સિજનની ખુબ જરૂર પડે છે તેના લીધે આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે આ પ્લાન્ટ શરૃ કરવામાં આવ્યો છે.આ પ્લાન્ટ ખુબ ઉપયોગી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 160 કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 600 જમ્બો ઓક્સિજન બોટલની જરૂરીયાત છે તેની સામે 1.5ટન બોટલ જેટલો ઓક્સિજન પુરો પાડશે.કોરોનાની સ્થિતિ હાલ ભયંકર રીતે રાજ્યમાં વધી રહી છે. ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થાય છે તેને ધ્યાનમાં લઇને વડનગરમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.