Gujarat News: રાજ્યમાં સિઝનલ ફ્લૂનું પ્રમાણ વધ્યું છે. વડોદરામાં સિઝનલ ફ્લૂથી દર્દીનું મોત થયુ છે. વડોદરામાં 3 દિવસમાં સિઝનલ ફ્લૂથી 3 દર્દીઓના મોત થયા છે. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું છે. અગાઉ એક બાળકી અને વૃદ્ધાનું મોત થયું હતું.
વડોદરામાં સિઝનલ ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જેમાં સિઝનલ ફ્લૂથી 3 વ્યક્તિના મોત થયું હોવાનું સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા. તેમાં ગોત્રી હોસ્પિલમાં સારવાર લઈ રહેલ ભરૂચના પ્રૌઢનું મોત થયુ છે.
એસ.એસ.જી. હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂથી બાળકીનું મોત નીપજ્યું હતુ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આઠ માસની બાળકી સારવાર લઈ રહી હતી. સિઝનલ ફ્લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે. જેમાં એસએસજી હોસ્પિટલમાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. 8 વર્ષની બાળાનું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી યાત્રાધામમાં સમયમાં ફેરફાર કરાયો
આ પણ વાંચો:ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતા, આ તારીખે વરસાદ પડી શકે છે…
આ પણ વાંચો:સિદ્ધપુરમાં વેપારી પાસેથી ખંડણી માંગતા પોલીસ ફરિયાદ
આ પણ વાંચો: ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત