Not Set/ અમદાવાદ : વકિલની ઓફિસમાં યુવતીની ગળું કાપી કરાઇ કરપીણ હત્યા

પરિમલ ગાર્ડન પાસે યુવતીની હત્યા અમૂલ્ય કોમ્પલેક્ષમાં યુવતીની હત્યા એડવોકેટની ઓફિસમાં કરી હતી નોકરી એડવોકેટની ઓફિસમાં જ યુવતીની હત્યા  પ્રેમ પ્રકરણનું કારણ હોવાની શંકા અમદાવાદનાં પોસ ગણાતા આંબાવાડી વિસ્તારમાં પરિમલ ગાર્ડન પાસે જ આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્સનાં ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતીનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. મૃતક ઇશાની પરમાર એડવોકેટ […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 19 અમદાવાદ : વકિલની ઓફિસમાં યુવતીની ગળું કાપી કરાઇ કરપીણ હત્યા
  • પરિમલ ગાર્ડન પાસે યુવતીની હત્યા
  • અમૂલ્ય કોમ્પલેક્ષમાં યુવતીની હત્યા
  • એડવોકેટની ઓફિસમાં કરી હતી નોકરી
  • એડવોકેટની ઓફિસમાં જ યુવતીની હત્યા 
  • પ્રેમ પ્રકરણનું કારણ હોવાની શંકા

અમદાવાદનાં પોસ ગણાતા આંબાવાડી વિસ્તારમાં પરિમલ ગાર્ડન પાસે જ આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્સનાં ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતીનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે.

મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. મૃતક યુવતી નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી.  અને હાલ 15 દિવસ પહેલા જ અમદાવાદ રહેવા માટે આવી ગઇ હતી.

ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ઇશાની પરમારની અમૂલ્ય કોમ્પ્લેક્સનાં ત્રીજા માળે આવેલી, 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે. ઘટના સ્થળ પરથી ફૂટ પ્રિન્ટ પણ મળી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. યુવતીની હત્યા, તે બેસતી હતી તે ચેર પર જ કરી દેવામાં આવી હોવાનાં ઘટનાનાં દ્રશ્યોથી અનુમાન કરી શકાય છે, ત્યારે હત્યારો કોઇ જાણ ભેદુ હોવાની પુરી શંકા સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.