દેવભૂમિ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી બનેલી મોટી ઘટનાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવે રૈની ગામમાં ફરી એકવાર નાસભાગ મચી ગઈ છે. આ ઘટના અંગે એવા સમાચાર છે કે, ટનલમાં અચાનક પાણી ઉપર તરફ વધી રહ્યું છે અને એલર્ટ આપીને કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે લોકોને ઘટના સ્થળેથી દૂર કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે બેરાજનું પાણી વધવા લાગ્યું ત્યારે દરેકને ઉપરની તરફ જવા કહેવામાં આવ્યું છે. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા તમામને ક્રેન ઉપર આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 204 લોકો ગુમ થયા હતા, જેમાંથી 32 લોકોના મૃતદેહો અને 10 ક્ષતિગ્રસ્ત માનવ અવયવો મળી આવ્યા છે. 170 થી વધુ લોકો હજુ પણ લાપતા છે, જેમાંથી 30 થી 35 મજૂરો તપોવન પાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાય હોવાની આશંકા છે, જેમને બચાવવા ચાર દિવસથી પ્રયાસ કરી રહ્યા છે.
રૈની ગામથી સંદેશ આવ્યો છે કે ત્યાં પાણીની સપાટી વધી છે. આને કારણે રાહતનું કામ અટકી ગયું છે. આ સંદેશ ઉપરથી આવ્યો હોવાને કારણે ટનલની નજીકનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે, અચાનક ઋષિ ગંગાથી પાણીનું સ્તર વધ્યું છે, એનડીઆરએફે જણાવ્યું છે કે રૈની ગામની બાજુમાં આવેલી નદીમાં ઘણું પાણી છે. પરંતુ જો આપણે ગ્રામજનો સાથે વાત કરીશું તો પાણી વધારે દેખાતું નથી પરંતુ પાછળની બાજુથી જોરથી અવાજો આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, તપોવન ટનલ પાસે સેના, SDRF, NDRF સહીત ઘણી એજન્સીઓ કામમાં લાગેલી છે અને ફોકસ છે કે અંદર બચેલા લોકોને રાહત પહોંચાડી શકાય. મોદી રાત સુધી કામ ચાલતું રહ્યું અને મંગળવારે સવાર થતા જ રેસ્ક્યુ શરૂ થઇ ગયું.
ગુરુવારના રોજ વહેલી સવારે તપોવન ટનલમાં ડ્રિલિંગ ઓપરેશ શરુ કરવામાં આવ્યું છે. આ ડ્રિલિંગ દ્વારા 12થી 13 મીટર લાંબું હોલ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહી છે, જેના દ્વારા એ ખબર પડી શકે છે અંદર કોઇ હાજર છે કે નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…