Not Set/ ભાવનગર શહેરમાં વાહન ચાલકો બન્યા બેફામ, હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવારનું કરૂણ મોત

ભાવનગર શહેરનાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે હિટ એન્ડ રનની ઘટના બની જેમાં પુરઝડપે જઈ રહેલા એક કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતા સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે તેમાય ખાસ […]

Top Stories Gujarat Others
hit and run ભાવનગર શહેરમાં વાહન ચાલકો બન્યા બેફામ, હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવારનું કરૂણ મોત

ભાવનગર શહેરનાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે હિટ એન્ડ રનની ઘટના બની જેમાં પુરઝડપે જઈ રહેલા એક કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતા સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે તેમાય ખાસ કરીને નબીરાઓ પોતાના વાહનો પુર ઝડપે ચલાવી અનેક લોકોને નુકશાન પહોચાડતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ માત્ર સીધા-સાદા લોકોને કાયદાનો ડર બતાવીને મેમો ફાડવામાં જ રસ લઇ રહ્યા હોય તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે, ખરેખર કરવાની કામગીરીઓ થતી નથી જેના કારણે નબીરાઓ બેફામ બની રહ્યા છે. આજે બપોરનાં સમયે શહેરનાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક હોન્ડા સીટી કાર ચાલકે પુર ઝડપે કાર ચલાવી સર્કલમાં જ ત્રણ બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં ૨૪ વર્ષીય બાઈક સવાર શનિ ઉર્ફે સુધીર રમેશભાઈ દાઠીયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થતા તેમને તાકીદે 108 મારફતે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાનાં પગલે આજુબાજુનાં લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા, ઘટના બન્યાને એક કલાક કરતા વધુ સમય વીતવા છતાં પણ પોલીસ ઘટના સ્થળે નહી આવતા લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને અકસ્માત થયેલ કાર પર ટોળાએ પથ્થરમારો કરી અને કારનાં કાંચ તોડી નાખ્યા હતા.  જો કે તે સમયે જ પોલીસ આવી જતા તેમણે ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.