Not Set/  જો ભારત અમારી પર હુમલો કરશે તો અમે ચુપ નહીં બેસીએ : ઇમરાન ખાન

    ઇસ્લામાબાદ પુલવામાના હુમલા પછી પાકિસ્તાન સામે સમગ્ર ભારતમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે જ નહિ. ઇમરાને કહ્યું કે, ભારતે કોઇ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ મુકયો છે. તેઓએ કહ્યું કે, જો ભારત પાકિસ્તાન પર કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ હુમલો કરશે […]

Top Stories
imran khan 1  જો ભારત અમારી પર હુમલો કરશે તો અમે ચુપ નહીં બેસીએ : ઇમરાન ખાન

 

 

ઇસ્લામાબાદ

પુલવામાના હુમલા પછી પાકિસ્તાન સામે સમગ્ર ભારતમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે જ નહિ. ઇમરાને કહ્યું કે, ભારતે કોઇ પણ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ મુકયો છે. તેઓએ કહ્યું કે, જો ભારત પાકિસ્તાન પર કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ હુમલો કરશે

ઇમરાન ખાને કહ્યું કે આ નવું પાકિસ્તાન છે.નવું માઇન્ડ સેટ છે અને નવા વિચારો છે.અમે શું કરવા કોઇની પર હુમલો કરાવીએ.અમને શું ફાયદો થાય ?

ઇમરાને કહ્યું કે, કાશ્મીરમાં આ પ્રકારની ઘટના કેમ બની રહી છે તેના પર વિચારવાની જરૂર છે. તેઓએ કહ્યું, અમે તે હુમલો કેમ કરાવીએ, અમને તેનાથી શું ફાયદો થશે, પાકિસ્તાન ત્રાસવાદીનો સૌથી મોટો દુશ્મન છે. આ નવું પાકિસ્તાન, નવી માઇન્ડસેટ અને નવી વિચારધારા છે અમે પણ ત્રાસવાદનો ખાત્મો કરવા ઇચ્છીએ છીએ. પાકિસ્તાન ખુદ આતંકથી પીડીત દેશ છે.દર વર્ષે 70 હજાર પાકિસ્તાની આતંકવાદના શિકાર બને છે.

પીએમ ઇમરાન ખાને પુલવામા હુમલે ભારતને ઓફર કરતાં કહ્યું કે તમે કોઇ પણ તપાસ કરાવવા ઇચ્છો તો કરાવી શકો છો.તમારી પાસે એવા કોઇ ઇન્ટેલીજન્સ ઇનપુટ હોય જેમાં એવું સામે આવે કે કોઇ પાકિસ્તાનીનો હાથ છે તો અમે એક્શન લઇશું.અમારી પર કોઇનું દબાઇ નથી.

ઇમરાન ખાને પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઇ હાથ નથી એવો લુલો બચાવ કરતાની સાથે એવી ચીમકી પણ આપી કે જો ભારત હુમલો કરશે તો તેઓ ચુપ નહીં બેસે.ઇમરાન ખાને કહ્યું કે જો ભારત અમારી પર હુમલો કરશે તો અમારી પાસે આનો જવાબ આપ્યા સિવાય બીજો કોઇ રસ્તો નહીં રહે.ભારત હુમલો કરે તો એવું ના માની લેતા કે પાકિસ્તાન ચુપ બેસી રહેશે.જંગ શરૂ કરવી આપણાં હાથમાં છે પણ પુરી કરવી અલ્લાહના હાથમાં છે.

ઇમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનમાં લોકો કહે છે કે પાકિસ્તાનને સબક શીખવાડવો જોઇએ.દુનિયાનો કોઇપણ કાયદો કોઇને પણ જજ બનવાની મંજુરી નથી આપતો.તમારે ત્યાં ચૂંટણીઓ છે એટલે તમે આવી વાતો કરો છો.

ઇમરાને કહ્યું કે તેમનો દેશ આતંકવાદ પર વાતચીત કરવા તૈયાર છે.પરંતું ભારત કોઇપણ વાતચીત શરૂ કરતાં પહેલા કહે છે કે પહેલા આંતકવાદને ખતમ કરો.અમે ઇચ્છીએ છીએ કે આતંકવાદ ખતમ થાય.