વડોદરા/ ઢાઢર નદીમાં મગરનો કોળિયો બન્યો યુવક, જોવા માટે ગ્રામજનો નદી કિનારે ઉમટયા

પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદી ગામની નજીકમાંથી પસાર થઈ રહી છે, ત્યારે લોકો નદીના કોઝવે પરથી પસાર થતા લોકો પર મગર હુમલો કરવાની ઘટના બનતી હોઈ છે.

Top Stories Gujarat Vadodara
મગર

ગુજરાતના ઘણા વિસ્તારો હવે સિંહ, દીપડા, વરુ, મગર, સાપ, અજગર વગેરે જેવા હિંસક પ્રાણીઓનું પણ ઘર બની ગયા છે. માનવ વસ્તી સાથે રહેતા આ પ્રાણીઓ પૈકી ઘણા માણસ પર હુમલા પણ કરે છે અથવા તેના પાળતુ પ્રાણીઓ પર હુમલા કરતા હોવના પણ બનાવો સામે આવી ચુક્યા છે. ઘણી વખત તો આવા હિંસક પ્રાણીઓ ગામમાં પણ લટાર મારતા હોય તેવા દ્રષ્યો પણ જોવા મળ્યા છે. આવી એક ઘટના પાદરામાંથી સામે આવી છે. જ્યાં એક યુવકને મગર નદીમાં ખેંચી ગયો છે. જેના કારણે યુવકનું મોત નિપજ્યું.

આ અંગે મળી માહિતી અનુસાર, પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદી ગામની નજીકમાંથી પસાર થઈ રહી છે, ત્યારે લોકો નદીના કોઝવે પરથી પસાર થતા લોકો પર મગર હુમલો કરવાની ઘટના બનતી હોઈ છે. ત્યારે આજે વહેલી સવારે એક યુવક પોતાના કામ કાજ માટે નદી પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક મગરે યુવક પર હુમલો કર્યો હતો.

મગરના હુમલાથી યુવક નદીમાં પડી જતા મગર તેને અંદર ખેંચીને લઈ ગયો હતો. મગરની તીક્ષ્ણ દાંતમાં ફસાઈને યુવકનુ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ બે કલાક સુધી મગરે યુવકના મૃતદેહ સાથે ખેલ કર્યો હતો. મગર લાશ બહાર લાવે અને નદીમાં લઇ જતા વીડિયો સામે આવ્યા છે. હાલમાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગ્રેજ્યુટ થયેલ બેરોજગાર યુવકે બંધ પડેલા સામુહિક શૌચાલયમાં શરૂ કર્યું સલૂન, પછી…

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન જુદીજુદી જગ્યાએ ત્રણ યુવકો પાણીમાં ડૂબ્યા

આ પણ વાંચો:વેજલપુરમાં મહિલાની હત્યાનો પર્દાફાશ, જાણો કોના ઈશારે મોતને ઘાટ ઉતારવામાં આવી….