Pre-vibrant/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ યોજાઈ

આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ ટાઈમ છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ સમિટ આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન યોજવા જઈ રહી છે

Top Stories Gujarat
4 18 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદમાં આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ-‘એક્સ્પોર્ટ એક્સેલરેટ’ને સંબોધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ ટાઈમ છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ સમિટ આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન યોજવા જઈ રહી છે ત્યારે એક્સ્પોર્ટને એક્સલરેટ કરવા માટેની આ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ એક મહત્ત્વની કડી સાબિત થશે.

આ વખતની વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન  નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ઉપયોગી બની રહેશે. વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં વિકાસ ક્રાંતિની સાથે નિકાસ ક્રાંતિ પણ નિર્ણાયક બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને બે દાયકાથી વૈશ્વિક રોકાણકારોના મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થોટલીડર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોકલ ફોર લોકલની વાત કરતા કહ્યું કે, આજે ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં અનેક ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયો છે.

એક સમયે ખૂબ આયાત કરનાર ભારત દેશ આજે અનેક વસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓ એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે. આજે ગુજરાત રાજ્ય કાચા માલને બદલે ફાયનલ પ્રોડક્ટ જ એક્સપોર્ટ કરી રહ્યું છે. આ સાથે વડાપ્રધાન શ્રીએ દેશને ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર આપ્યું છે અને હવે ‘લોકલ ગોઝ ગ્લોબલ’નો નવો રાહ ચીંધ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. ડિજિટલ ટેકનોલોજી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ દુનિયાના કોઇ પણ છેડે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. ડિજિટલ ટ્રેડના કારણે એક્સપોર્ટ હવે વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બન્યું છે. આ સાથે ડિજિટલ ટેકનોલોજીએ એક્સપોર્ટ સેક્ટરની નવી દિશાઓ ખોલી આપી છે.

આ અવસરે એમ.એસ.એમ.ઈ. વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, એમ.એસ.એમ.ઈ. એકમો પોતાની પ્રોડક્ટની નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકારે માર્કેટ ડેવલપમેન્ટ સહાય યોજના અંતર્ગત રૂપિયા ૪૩ કરોડની સહાય કરી છે. રાજયમાં બે દાયકામાં એમ.એસ.એમ.ઈ.ની સંખ્યા પોણા ૩ લાખથી વધીને ૮ લાખ ૬૬ હજારે પહોંચી ગઈ છે. આમ, શ્રી નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ૨૦ વર્ષમાં ગુજરાતે ઉત્પાદન અને નિકાસ બંને ક્ષેત્રમાં ખૂબ મોટી હરણફાળ ભરી છે, એવું તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમ તેમજ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીમલેસ કનેક્ટિવિટી, ઇઝ ઓફ લોજિસ્ટિક્સ અને એકસપોર્ટ ઇકોસિસ્ટમને કારણે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા અગ્રેસર છે.

વર્ષ ૨૦૦૨માં આપણા પોર્ટ્સ પરથી ૧૨૦૦ લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થતું તે આજે ૫૪૦૦ લાખ મેટ્રિક ટન થઈ ગયું છે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ અંગે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની નેતૃત્વમાં જી -૨૦, બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેંડલી તંત્ર, વિશ્વનું સૌથી મોટું માર્કેટ અને વિશાળ યુથ ટેલેન્‍ટ પુલથી ભારતે તેની વિશ્વમાં શાખ વધારી છે. એટલું જ નહિ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ભારતે નવા સપના, નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હવે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું ભારતનું લક્ષ્ય છે. આ સાથે ભારતને પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમી બનાવવાનો પણ વડાપ્રધાનશ્રીએ લક્ષ્ય નિર્ધાર કર્યો છે જેને સાકાર કરવામાં ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પણ મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે, એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.