Ahmedabad/ સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા સરખેજ પોલીસે બે શખ્સો પાસેથી 7 લાખથી વધુની કિંમતની 367 જેટલી 2 હજારનાં દરની નકલી નોટો ઝડપી હતી.જે મામલે તપાસ હાલ એસઓજી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે.

Ahmedabad Gujarat
a 263 સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા સરખેજ પોલીસે બે શખ્સો પાસેથી 7 લાખથી વધુની કિંમતની 367 જેટલી 2 હજારનાં દરની નકલી નોટો ઝડપી હતી.જે મામલે તપાસ હાલ એસઓજી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે.

a 264 સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો

એસઓજીની તપાસમાં સામે આવ્યુ કે આ નકલી નોટો મધ્યપ્રદેશથી અમદાવાદ આવી હતી.મધ્યપ્રદેશનાં દેવચંદ ડામોર નામનાં શખ્સે આ નકલી નોટો માનસિંગ પારગી નામનાં યુવકને આપી અને વડોદરાનાં તાંત્રીક વિશાલ બાપુએ તે નોટો લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કરને આપી હતી.પોલીસે પકડેલી નકલી નોટો સામાન્ય કાગળ પર પ્રિન્ટ કરેલી હોવાથી તેની ક્લોલીટી એકદમ ખરાબ જોવા મળી છે.પરંતુ લક્ષ્મણ બેગડા અને કૃણાલ ઠક્કરને વડોદરાના વિશાલ બાપુ નામના તાંત્રીકે તાંત્રીક વિધી કરીને તે નકલી નોટોની ક્લોલીટી સારી તેમજ રંગ સારો કરીને સાચી નોટો કરી આપશે તેવુ જણાવ્યુ હતુ.

a 265 સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો

આ મામલે એસઓજીએ વડોદરાનાં વિશાલ બાપુ તેમજ મધ્યપ્રદેશમાં અન્ય આરોપીઓ જેઓએ આ નકલી નોટો અમદાવાદ પહોંચાડી છે તેઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.