Not Set/ ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ, કપાસ તથા મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થવાના આરે

રાજકોટ, રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકામાં વાવણી બાદ વરસાદ થયો નથી. જેના કારણે સમગ્ર તાલુકામાં કપાસ તથા મગફળીનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થવાનાં આરે છે પશુઓ માટેનાં ઘાસચારાની પણ ખુબ જ અછત છે. ગામડાઓમાં ખેડુતોની હાલત ખૂબજ ખરાબ છે, અછતની પરિસ્થિતિનાં કારણે ખેડુતોનો એક માત્ર આધાર પાક વીમો છે જેનું ક્રોપ કટિંગ હવે શરૂ થનાર છે. […]

Top Stories Gujarat Rajkot
mantavya 413 ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ, કપાસ તથા મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થવાના આરે

રાજકોટ,

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકામાં વાવણી બાદ વરસાદ થયો નથી. જેના કારણે સમગ્ર તાલુકામાં કપાસ તથા મગફળીનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થવાનાં આરે છે પશુઓ માટેનાં ઘાસચારાની પણ ખુબ જ અછત છે.

ગામડાઓમાં ખેડુતોની હાલત ખૂબજ ખરાબ છે, અછતની પરિસ્થિતિનાં કારણે ખેડુતોનો એક માત્ર આધાર પાક વીમો છે જેનું ક્રોપ કટિંગ હવે શરૂ થનાર છે.

રાજકોટ જીલ્લાની વિમાની એજન્સી ખાનગી વીમા કંપની પાસે છે તેઓ કોઈ પણ રીતે વીમો ચૂકવવા માંગતા નથી.આ વર્ષે તાલુકામાં ફક્ત ૧૦ % થી ૧૫ % ખેડુતો ને જ સિંચાઈ ની સગવડ છે.

જે વીમા કંપનીના અધિકારીઓ જે પોતાની મનમાની કરી આવા અછતના વર્ષમાં ખેડુતોને પાક વીમાથી વંચિત ન રાખે તે માટે ખેતીવાડી ખાતાંના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવે, તથા તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે.

mantavya 414 ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ, કપાસ તથા મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થવાના આરે

ધોરાજી તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત અને માંગ ધોરાજી તાલુકાના ૩૦ સરપંચો, ખેડુત આગેવાનો સામાજિક સંસ્થાઓનાં હોદ્દેદારો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.