demand/ શ્રાવણની શરૂઆત થતા જ દૂધ,ફ્રુટ અને ફુલની માંગમાં નોંધપાત્ર વધારો,ભાવ પણ વધ્યા

આ પવિત્ર મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે,ઉપવાસ માટે અનેક ચીજવસ્તુઓની માંગમાં વધારો થતો હોય છે, આ વખતે પણ દૂધ,ફ્રૂટ,અને ફુલની માંગમાં ખુબ વધારો થયો છે

Top Stories Gujarat
7 29 શ્રાવણની શરૂઆત થતા જ દૂધ,ફ્રુટ અને ફુલની માંગમાં નોંધપાત્ર વધારો,ભાવ પણ વધ્યા

શ્રાવણ માસનું મહત્વ શિવભક્તોમાં સૌથી વધારે હોય  છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતાં ચાતુર્માસનો આ પ્રથમ મહિનો  હોય છે. શ્રાવણ માસમાં શિવભક્તિમાં ભક્તો લીન બને છે તો વળી  આ પવિત્ર મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે,ઉપવાસ માટે અનેક ચીજવસ્તુઓની માંગમાં વધારો થતો હોય છે, આ વખતે પણ દૂધ,ફ્રૂટ,અને ફુલની માંગમાં ખુબ વધારો થયો છે. જકોટમાં દૈનિક 7 લાખ લિટર દૂધ, 15 હજાર કિલો ફૂલ ખપી જાય છે. લીલીના ફૂલની ડિમાન્ડ વધારે હોવાને કારણે તેના ભાવમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ રૂ. 40માં 1 હજાર નંગ મળતા લીલીના ફૂલનો ભાવ અત્યારે રૂ. 400 થયો છે, તો લાલ ગુલાબમાં વાવેતર વધુ હોવાને કારણે તેના ભાવમાં પણ મોટું અંતર જોવા મળે છે. અગાઉ રૂ. 400માં મળતા ગુલાબ અત્યારે રૂ. 40ના લેખે એક કિલો મળે છે. જ્યારે ઉપવાસમાં એક કરોડ રૂપિયાનું ફળાહાર ખવાય જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સામાન્ય રીતે સરેરાશ દૈનિક દૂધનું વેચાણ 6.50 લાખ લિટર હોય છે ,પરતું શ્રાવણ મહિનામાં ભગવાનને ચડાવવા માટે,પીવા માટે અને મીઠાઇ બનાવવા માટે દૂધનો વપરાશ વધી જાય છે. જેના લીધે  50થી 70 હજાર લિટર દૂધનો વપરાશ પ્રતિજિવસ થાય છે. ફુલની માંગમાં ખુબ વધારો થયો છે. દેશી અને વિદેશી ફૂલની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ફૂલમાં સૌથી વધુ ડિમાન્ડ લીલીના ફૂલ અને ગલગોટાની રહે છે,તેના ભાવમાં પણ વધારો થયો છે. ઉપવાસમાં ફ્રૂટની ડિમાન્ડ વધવાને કારણે તેના ભાવમાં વધારો આવ્યો છે. સફરજન રૂ. 200ના કિલો, નાસપતિ રૂ. 100, મોસંબી રૂ. 200 , ખારેક રૂ. 80થી 100ની કિલો લેખે મળી રહી છે.

નોંધનીય છે કે રાજકોટ એક બાજુ લમ્પી વાઇરસને કારણે ડેરીમાં દૂધની આવક ઘટી છે. અને બીજી તરફ શ્રાવણ માસમાં સામાન્ય કરતા દૂધની ડિમાન્ડ વધી છે. આ સિવાય ડ્રાયફ્રૂટમાં પણ ખરીદી વધી છે.