મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. ત્યારે આ તમામ ઉમેદવારોનું ભાવિ ૨.૨૨ કરોડ મતદાતાઓ આજે નક્કી કરશે.
લોકશાહીના પર્વમાં સામાન્ય જનતા ભાગીદાર બની રહ્યા છે ત્યારે અનેક જગ્યાઓએ EVM મશીનો ખોટવાઈ ગયાની માહિતી મળી રહી છે. મતદાનની પ્રકિયામાં વિલંબ થતાં મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ મશીનના ટેસ્ટિંગમાં એરર આવી રહી છે.
ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી.સ્વેન દ્વારા જણાવ્યા અનુસાર, મોકપોલ દરમિયાન મશીન ખોટકાતા ૧.૬૩ % VVPAT બદલવામાં આવ્યા તેમજ કુલ EVM મશીનમાંથી ૦.૮૮ % અને ૦.૮૬ % કંટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા છે.
મતદાન દરમિયાન આ જગ્યાએ EVM મશીનમાં ખામી સર્જાઈ હતી.
- પાટણના સિદ્ધપુરમાં એલ.એસ હાઇસ્કુલમાં EVMમાં ખામી સર્જાઈ
- મોડાસાનાં ઝાલોદમાં EVMમાં ખામી સર્જાઈ
- વડોદરાના પાદરાનાં ધાયજ ગામે EVMમાં ખામી સર્જાઈ
- આણંદનાં તારાપુરમાં બુથ-161માં કસ્બા વિસ્તારમાં EVMમાં ખામી સર્જાઈ
- સાબરકાંઠાનાં 70થી વધુ EVM ખોટકાયા
- ખેરાલુના ડભોડા ગામે 4 માંથી 2 EVMમાં ખામી સર્જાઈ
- અરવલ્લીના ધનસુરાના શિકા- ૦૨ બુથમાં EVMમાં ખામી સર્જાઈ