Not Set/ બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઇ સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઇ સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન

ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડી ખાતે મતદાન કર્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયા બૂથ પરથી મતદાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરથી મતદાન કર્યું હતું.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પણ અમદાવાદના વેજલપુર ખાતે મતદાન કર્યું હતું.

શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વાસણ ગામે મતદાન કર્યું હતું.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતેથી મતદાન કર્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આણંદ ખાતે મતદાન કર્યું હતું.

પાસ કન્વીનર હાર્દિક પટેલે વિરમગામ ખાતે વોટીંગ કર્યું હતું.

ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી બી બી સ્વેઈને પણ ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું.