Mehsana News : ઉત્તર ગુજરાતમાં લગ્ન નોંધણીમાં થઈ રહેલી ગેરરીતિને પગલે મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં ભાગેડુ યુગલોના લગ્ન ભાગીને આવતા યુવક યુવતીઓના લગ્ન કરાવી આપી મોટી રકમ કમાવાનો મહેસાણાના કણજીપાણી ગામના તલાટી પર ચકચારભર્યો દાવો કરાયો છે.
બીજીતરફ સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ સંદર્ભે તાત્કાલિક તપાસની માંગ રાજ્ય સરકાર પાસે કરી છે.
ભાગેડુ યુગલોના લગ્ન
બીજીતરફ કણજીપાણી ગામના તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો પણ વાઈરલ થયો છે, એમ SPG અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું. જેમાં તલાટી પોતે જ 2025ની સાલમાં બે હજાર કરતા પણ વધુ લગ્ન કરાવ્યા હોવાનો દાવો કરે છે. કથિત રીતે આ તલાટી એક લગ્નના અઢી હજાર રૂપિયા લેતા હતા. આમ તલાટીએ એક વર્ષમાં 50 લાખથી વધુ કમાયા હોવાનું જણાવી રહ્યા છે. તલાટીના આ દાવા અંગે વીડિયો પુરાવા હોવાનો પણ લાલજી પટેલે દાવો કર્યો છે.
.પંચમહાલના કણજીપાણી ગામમાં ફક્ત 3 દિવસમાં જ ભાગીને 24 જેટલા લગ્ન થયા હોવાનો ગંભીર આશ્રેપ લાલજી પટેલે કર્યો છે. નવાઈની વાત એ છે કે 14 નવેમ્બર 2025ના રોજ એક યુગલે એક જ દિવસે થોડા કલાકોના અંતરે અલગ અલગ ચાર ઠેકાણે હાજરી બતાવી હોવાનો લાલજી પટેલે એક ચંકાવનારો બનાવ ટાંકતા દાવો કર્યો હતો.
આ બનાવમાંઉંઝામાંથી સ્ટેમ્પ લેવામાંઆવ્યો હતો અને વીસનગરમાંનોટરી કરાવીને કણજીપાણીમાં લગ્નની નોંધણી કરાવવામાં આવી હતી. બાદમાં લગ્ન હારીજમાં મંદિરમાં કર્યા હતા. એક જ દિવસે થોડા થોડા કલાકોમાં લગ્ન કરવાર યુગલ ચાર અલગ અલગ ઠેકાણે પહોંચી કેવી રીતે શકે? એવો પ્રશ્ર લાલજી પટેલે ઉઠાવ્યો હતો.
સરકાર તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી
લગ્ન નોંધણીના આ ગંભીર મુદ્દે સરકાર તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી SPG અધ્યક્ષ લાલજી પટેલે કરી હતી. તેમણે આ સમગ્ર મામલામાં ગેરરીતિની શંકા વ્યક્ત કરી હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલનું નિવેદન
રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલનું ઉત્તર ગુજરાતમાં ‘એક જ મહિલા દ્વારા અનેક સાથે લગ્ન’ કર્યાની ઉપરાંત આ પ્રકારની ઘટનાઓ સંદર્ભે નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ પ્રકારના બનાવો બિલકુલ બનવા ન જોઈએ કહીને આ અંગે તમામ માહિતી મેળવ્યા બાદ કાયદાકીય ક્રાવાહી કરાશે તેવી તેમણે ખાતરી આપી હતી.
લગ્ન નોંધણીની પ્રક્રિયા અને તંત્રની ભૂમિકા પર આ મામલો સવાલો ઉભા કરે છે. તે સિવાય Talati ની કથિત કમાણીના દાવા ઉપરાંત એક જ દિવસે ચાર જગ્યાએ હાજરીના બનાવોએ વહીવટી પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

