Gujarat News/ હવામાન : કાળઝાળ ગરમી સાથે 20 માર્ચથી કંઈક મોટુ થવાની અંબાલાલ પટેલની આગાહી

રાજ્યના ગંગા ક્ષેત્રમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે

Gujarat
Beginners guide to 2025 03 20T173130.025 હવામાન : કાળઝાળ ગરમી સાથે 20 માર્ચથી કંઈક મોટુ થવાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat News : ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે કંઈક મોટુ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેમાં અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી શકે છે. માર્ચ મહિનાનો અડધો ભાગ જ પસાર થયો છે અને તે દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 Degree Celsius ને પાર કરી ગયો. ભારતીય હવામાન વિભાગે 20 માર્ચથી બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં ગરમીનું મોજું અને ગંગા ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. રવિવારે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં મંગળવાર સુધી ગરમીનું મોજું રહેવાની અને આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના ગંગા ક્ષેત્રમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે ઘણા રાજ્યોમાં Heatwave ની સંભાવના છે. ઓડિશામાં અલગ અલગ સ્થળોએ તીવ્ર હીટવેવની સ્થિતિ બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી બે દિવસ ગરમીનો પારો વધશે. હવામાન વિભાગે કચ્છમાં હિટવેવ સાથે યલો એલર્ટ આપ્યું છે, સાથે જ આગામી 5 દિવસ રાજ્યભરમાં ડિસકમ્ફર્ટ કંડીશનનું અનુમાન પણ લગાવ્યું છે.

આ સિવાય વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું રહેશે. ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળ અને માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. છત્તીસગઢમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વર્ગ 3ના કર્મચારીઓ જશે અચોક્કસની હડતાલ પર, 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ઉતરશે હડતાલ પર

આ પણ વાંચો:આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર BJP સરકાર ઘોર ઉપેક્ષા કરી રહી છે,અમારી સરકાર બનશે તો માંગ પુરી કરશું: જિગ્નેશ મેવાણી

આ પણ વાંચો:કોરોના સામે લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ માટે સારા સમાચાર, ‘વીમા યોજના’ 180 દિવસ લંબાવી