Not Set/ વડોદરાનાં વાઘોડિયા પાસે સ્મશાન નજીક નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

વડોદરાનાં વાઘોડિયાનાં વેજલપુર ગામે દેવ નદીમાંથી યુવકની લાશ મળી આવી છે. મરનાર યુવકની ઉંમર 35 વર્ષ હોવાનું અનુમાન છે. મૃતદેહની ઝડતીમાં મૃતકનાં ખિસ્સામાંથી મોબાઇલ અને લીંબુ મળી આવ્યા છે. જો કે, મરનાર યુવકનાં મૃતદેહની હાલત જોતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પીટલ ખસેડાવામાં આવ્યો છે. ઉલ્લાખનીય છે કે, યુવકની જે નદીમાંથી લાશ મળી છે, તે નદી […]

Top Stories Gujarat Vadodara

વડોદરાનાં વાઘોડિયાનાં વેજલપુર ગામે દેવ નદીમાંથી યુવકની લાશ મળી આવી છે. મરનાર યુવકની ઉંમર 35 વર્ષ હોવાનું અનુમાન છે. મૃતદેહની ઝડતીમાં મૃતકનાં ખિસ્સામાંથી મોબાઇલ અને લીંબુ મળી આવ્યા છે. જો કે, મરનાર યુવકનાં મૃતદેહની હાલત જોતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પીટલ ખસેડાવામાં આવ્યો છે.

ઉલ્લાખનીય છે કે, યુવકની જે નદીમાંથી લાશ મળી છે, તે નદી સ્થળ પાસે જ સ્મશાન આવેલું છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને સ્મશાન સહિતનાં આસપાસનાં વિસ્તારમાં તપાસ કરતા, નદીની બાજુમાં આવેલા સ્મશાનમાંથી એક બાઇકની ચાવી અને લોહીનાં ધબ્બા મળી આવ્યા છે.

મૃતનાં ખિસ્સામાંથી લીંબુ મળવા, સ્મશાનમાંથી બાઇકની ચાવી અને લોહીનાં ધબ્બા મળી આવવા જેવા સંલગ્ન પુરાવાનાં આધારે હાલ પોલીસ દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક તારણો હત્યા તરફ ઇસારો કરી રહ્યા છે. તો હત્યા પાછળ તંત્ર-મંત્રનાં કારણો પણ હોઇ શકે તેવું પાલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ઘરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન