Surat News/ સુરતમાં રૂપિયા 50 લાખની કિંમતનાં MD ડ્રગ્સ સાથે 5 આરોપીઓ ઝડપાયા

જેમાં ડ્રગ પેડલર સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) શહેરમાં રૂપિયા 50 લાખથી વધુનું 500 ગ્રામનું MD ડ્રગ્સ (Drugs) સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ઝડપી પાડ્યું છે. ભાઠેનાં વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા ઝમીર જંગલીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ પેડલર સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ સુરત (Surat) શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) એક મોટા ડ્રગ રેકેટ (Drug Racket)નો પર્દાફાશ કરી વોન્ટેડ આરોપી યશ બૂટલેગરની લાજપોર ગામમાંથી ગાંજો મંગાવતા બાતમી અને લોકેશનનાં આધારે ધરપકડ કરી હતી, જે થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજો’ આયાત (Import) કરીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સમગ્ર સોદો સ્નેપચેટ પર ગાયબ થઈ રહેલા સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગાંજો લઈને સુરતમાં પ્રવેશી રહ્યા હતા અને જ્યારે પોલીસે આરોપીઓને પકડીને વાહનની તપાસ કરી ત્યારે તેમાંથી 1.33 કિલો હાઇબ્રિડ ગાંજો (Hybrid Drugs) મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 39 લાખનો ગાંજો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.

રાંદેરમાં 50.440 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) સાથે 4ની ધરપકડ કરવામાં આવી હતી. રાંદેર પોલીસે (Rander Police) ઓપરેશન પાર પાડ્યું હતું, જમીન દલાલ અને કાપડના વેપારી, પાર્લર માલિક અને ઈલેક્ટ્રીશિયનની પણ ધરપકડ કરાઈ છે, MD ડ્રગ્સ સાથે જમીન દલાલ જીતેન્દ્ર રાવલ, જુના કાપડના વેપારી ગુલામરસુલ શેખ, ઈલેક્ટ્રીશિયન ઉમર યુસુફ શેખ, પાર્લર વ્યવસાય સાથે જોડાયેલ અકીલા સમીર મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે રામનગર સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 5 લાખથી વધુનું ડ્રગ્સ, રોકડ અને 8 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો