દિલ્લીમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો સિગ્નેચર બ્રિજ મોતનો કાળ બનીને આવ્યો છે તેવું લાગી રહ્યું છે.
૨૪ કલાકમાં બે દુર્ઘટના બની છે જેમાં ત્રણ લોકોએ પોતાની મુલ્યવાન ઝીંદગી ગુમાવી દીધી છે. શનિવારે સવારે પણ અહી એક દુર્ઘટના બની છે જેમાં બે બાઈક સવારમાના એકની મોત થઇ છે જયારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે.
One man died another injured after the motorcycle they were on, skidded and fell at Delhi's newly-inaugurated Signature Bridge, this morning. Two people had died yesterday in an accident at the bridge.
— ANI (@ANI) November 24, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બાઈક સ્વરની બાઈક સિગ્નેચર બ્રિજ પર લપસી ગઈ હતી અને બંને પડી ગયા હતા જેમ એકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો.
શુક્રવારે થયેલા અકસ્માતમાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
સિગ્નેચર બ્રિજ પર થતા આ અકસ્માતને લઈને હવે પુલની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે પરંતુ રીપોર્ટના અનુસાર આ પુલની ડીઝાઈનમાં કોઈ ખામી નથી.
પુલની બન્ને બાજુ જે જગ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. શુક્રવારે આ ગેપના લીધે જ મેડીકલના બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.
