બુધવારે રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ T20 સીરીઝની પ્રથમ મેચની અંતિમ ઓવરમાં રોમાંચક જીત મેળવી ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો આખરે લઇ લીધો છે. જો કે હજુ સીરીઝ રમવાની બાકી છે, આવનારી બે મેચમાંથી કોઇ એકમાં જીત બાદ ટીમ ઈન્ડિયા સીરીઝ જીતી શકશે. જો કે બુધવારે ચેઝ કરીને મળેલી જીત બાદ ભારતે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
આ પણ વાંચો – Cricket / ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કોઇ બેટ્સમેન ટોપ-5 માં નથી, ખરાબ પ્રદર્શનનું મળ્યું પરિણામ
T20 માં હવે નવા કેપ્ટન તરીકે રોહિત શર્મા જોવા મળશે, જેની આગેવાની હેઠળ ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવી ત્રણ મેચની T20I સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. રોહિત અને સૂર્યકુમાર યાદવે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રનનાં ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે આ મેચમાં T20 ફોર્મેટમાં પોતાનો 50મો વિજય નોંધાવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે, કારણ કે આ પહેલા કોઈ ટીમ આવું કરી શકી નથી. આ મેચ સુધી રનનાં ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ 49 મેચ સમાન રીતે જીતી હતી, પરંતુ હવે ભારતીય ટીમ આગળ નીકળી ગઈ છે. T20 ફોર્મેટમાં રનનાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધુ મેચ જીતવાના મામલે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ આ ત્રણ ટીમો પછી આવે છે, જેમના નામે અનુક્રમે 42, 35 અને 32 જીત છે. આ મેચમાં ભારતનાં કેપ્ટન રોહિતે બીજા સેશનમાં ઝાકળની સંભાવનાને જોતા ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને T20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ડેરિલ મિશેલ ખાતું ખોલ્યા વિના ભુવનેશ્વર કુમારનાં હાથે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ત્યારપછી ટીમે માર્ટિન ગુપ્ટિલ અને માર્ક ચેપમેનની મજબૂત ફિફ્ટીની મદદથી 164 રન બનાવ્યા હતા.
Most wins while chasing in T20Is:
50 – India
49 – Australia
49 – Pakistan
42 – England
35 – South Africa
32 – New Zealand
31 – Sri Lanka
31 – West Indies
25 – Ireland
23 – Netherlands
22 – Afghanistan
22 – Bangladesh— saurabh sharma (@cntact2saurabh) November 17, 2021
આ પણ વાંચો – Cricket / ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની તારીખની થઇ જાહેરાત, જાણો ક્યા રમાશે
165 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને સૂર્યકુમારની ઇનિંગ્સનો સહારો મળ્યો, જેના આધારે ટીમે પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરનાર શ્રેયસ અય્યર અને નવોદિત વેંકટેશ અય્યર કંઈ ખાસ કરી શક્યા ન હતા. ભારતનાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે ડેરીલ મિશેલનાં અંતિમ ઓવર પર ચોક્કો ફટકારીને ભારતની જીત પર મહોર મારી હતી.
