Not Set/ મલ્લિકાર્જુન ખડગેએ કર્નાટકનાં ધારાસભ્યોને લઇને કહી આ મોટી વાત, રાજીનામા મંજૂર કરયા કે નહી, જાણો

કર્ણાટકમાં સતત રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસનાં કુલ 13 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે ધારાસભ્યોને મનાવવા માટે કે.સી. વેણુગોપાલને મોકલ્યા છે. દરમિયાન, તે પણ સમાચાર છે કે મલ્લિકાર્જુન ખડગને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સામે આવેલા આ સમાચારનું ખંડન કર્યુ છે. મલ્લિકાર્જુન ખડગે, જે બેંગ્લોરમાં પહોંચ્યા હતા, તેમણે પોતાને મુખ્યમંત્રી […]

Top Stories India

કર્ણાટકમાં સતત રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસનાં કુલ 13 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે ધારાસભ્યોને મનાવવા માટે કે.સી. વેણુગોપાલને મોકલ્યા છે. દરમિયાન, તે પણ સમાચાર છે કે મલ્લિકાર્જુન ખડગને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સામે આવેલા આ સમાચારનું ખંડન કર્યુ છે. મલ્લિકાર્જુન ખડગે, જે બેંગ્લોરમાં પહોંચ્યા હતા, તેમણે પોતાને મુખ્યમંત્રી બનાવવા જવાની વાતને એક અફવા અને મીડિયાની ઉપજ બતાવી છે. તેમણે કહ્યું કે આ વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યુ કે, કર્ણાટકમાં ગઠબંધન ચાલુ રહેશે અને વધુ સારી રીતે આગળ વધશે. ખડગેએ કહ્યુ કે, અફવાઓ દ્વારા ગઠબંધનને વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે નારાજ ધારાસભ્યોને સમજાવવા માટે શું કરવામાં આવશે. જેના જવાબમાં ખડગેએ કહ્યું કે હું તે નથી કહી શકતો કે ધારાસભ્યો સાથે શું વાર્તાલાભ કરવામાં આવશે. પરંતુ તેમની સાથે વાત કરીને તેમની સલાહ-સૂચનને ધ્યાને લેમા આવશે.

ખડગેએ વધુમાં કહ્યુ કે, 12 મી જુલાઇ પછી આ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ પ્રસંગે, તેમણે ભાજપની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી છે. જેને કોંગ્રેસ ક્યારે સહન નહી કરે. આપને જણાવી દઇએ કે, જાણકારી મળી ત્યા સુધી કોઈપણ ધારાસભ્યનું રાજીનામું હજી મંજૂર કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.