વર્ષ 2016માં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઢેર થઇ ગયેલા હિજબુલ મુઝાહિદ્દીનનાં આતંકી બુરહાન વાનીની આજે ત્રીજી વર્ષગાંઠ છે. જેને લઇને અલગાવવાદિયોએ રવિવારનં રોજ કાશ્મીર બંધનું આહવાહન કર્યુ છે. જે કારણે રવિવારનો દિવસ કાશ્મીરની સુરક્ષાને લઇને ખાસ બની જાય છે. જેને લઇને ગુપ્તચર વિભાગે એલર્ટ જારી કર્યો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ગુપ્તચર વિભાગને જાણકારી મળી છે કે, હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકવાદી બુરહાન વાનીની વર્ષગાંઠ પર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાની યોજનાઓ બનાવી રહ્યા છે.
ગુપ્તચર વિભાગને જાણકારી મળતા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે. તેટલુ જ નહી સુરક્ષા દળો પર આતંકી આત્મઘાતી હુમલાની આશંકાને જોતા જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે. ગુપ્તચર વિભાગને જે ઈનપુટ મળ્યા છે, તે મુજબ હુજબુલ પુલવામામાં હુમલાને અંજામ આપી શકે છે, મળી જાણકારી મુજબ જેને લઇને ઘણા આતંકી સીમા પર કાશ્મીર પહોચી ચુક્યા છે.
સુત્રોનું કહેવુ છે કે, આતંકવાદી સંગઠનોએ પોતાના ખોટા ઈરાદાની પૂર્તી કરવા માટે વિદેશી આતંકવાદીઓનો એક સમૂહ પણ તૈયાર કર્યો છે. આ આતંકી પુલવામા કે તેની આસપાસનાં વિસ્તારમાં પોતાની ઓળખને બદલી છુપાયેલા હોઇ શકે છે. સુરક્ષા એજન્સીઓથી મળેલા ઇનપુટ મુજબ સુરક્ષાદળોએ હાઈવે પર સુરક્ષાને વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 8 જુલાઇ 2016માં સુરક્ષા દળો સાથે એક લાંબી અથડામણ બાદ હિજબુલ મુજાહિદ્દિનનાં સ્થાનીય કમાંડર બુરહાન વાનીને અનંતનાગમાં ઢેર કરી દેવામાં આવ્યો હતો. બુરહાનની મોત બાદ ઘણા સમય સુધી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ ખરાબ રહી હતી. તેની મોતનો વિરોધ કરી રહેલા સ્થાનીય કાશ્મીરીઓએ તે દરમિયાન હિંસક સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ. જે બાદ ઘણા નિર્દોશે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
