Not Set/ તમારી વેનિટી કીટ આ મેકઅપ ટુલ્સ વિના અધુરી છે, અહીંયા છે ચેકલિસ્ટ

અમદાવાદ, દરેક વ્યક્તિ મેકઅપ કરીને ઘરથી નીકળે છે પરંતુ જો મેકઅપ સાથે અચાનક કોઈ દુર્ઘટના થઇ જાય અને તમારી પાસે તમારો બેસિકમેકઅપ કિટ ન હોય, તો તમે શું કરશો? આ કિસ્સામાં મેકઅપ જેટલો જ જરૂરી છે કે તમારી વેનિટી કીટમાં બેસિક મેકઅપ ટુલ્સ પણ હોય. આ માટે એ પણ જરૂરી છે કે આ ટુલ્સ હેંડી […]

Fashion & Beauty Lifestyle

અમદાવાદ,

દરેક વ્યક્તિ મેકઅપ કરીને ઘરથી નીકળે છે પરંતુ જો મેકઅપ સાથે અચાનક કોઈ દુર્ઘટના થઇ જાય અને તમારી પાસે તમારો બેસિકમેકઅપ કિટ ન હોય, તો તમે શું કરશો? આ કિસ્સામાં મેકઅપ જેટલો જ જરૂરી છે કે તમારી વેનિટી કીટમાં બેસિક મેકઅપ ટુલ્સ પણ હોય. આ માટે એ પણ જરૂરી છે કે આ ટુલ્સ હેંડી હોય. જેથી કરીને તમે તેમને સરળતાથી કૈરી કરી શકો.

દરેક છોકરીની વેનિટી બોક્સમાં મેકઅપ પ્રોડક્ટ્સ હોય છે પરંતુ મેકઅપ ટૂલ્સના મામલે હમેશાં ભૂલ થઇ જાય છે. આવો અમે તમને જણાવીએ કે તમારા વેનિટી બોક્સમાં ક્યાં-ક્યાં મેકઅપ ટુલ્સ હોવા જોઈએ …

એક નાનો અરીસો

દરેક છોકરી માટે આ સૌથી બેસિક મેકઅપ ટુલ છે. તમારે તમારી આઇલાઇનર ચેક કરવી હોય કે લિપસ્ટિક અથવા તો કાજલ નાનો અરીસો હમેંશા તમારા કામ આવશે. એટલા માટે કે બીજીવાર તમારે અરીસાની તલાશ ન કરવી પડે તમારા મેકઅપ કીટમાં આને જરૂર જગ્યા આપો.

ફાઉન્ડેશન

ફાઉન્ડેશન વગર ક્યારે પણ તમારો મેકઅપ પફ્રેક્ટ થઇ શકતો નથી. આવામાં જરૂરી છે કે તમારી મેકઅપ કીટમાં તમારી સ્કીન કલરને સૂટ કરે તેવું ફાઉન્ડેશન જરૂરી હોવું હોઈએ.

મોઇશ્ચરાઇઝ

ઘણી વખત ઓફિસમાં ફિલ્ડ વર્ક દરમિયાન તમે ધૂપના સંપર્કમા આવી જોવ છો. આવામાં તમારી સ્કીનને ડ્રાઇ થવાનો ખતરો રહે છે. એટલા માટે તમારી સાથે મોઇશ્ચરાઇઝ જરૂર રાખવું જોઈએ

કન્સીલર

કન્સીલર મેકઅપના જરૂરી પ્રોડક્ટ્સમાંનું એક છે. આ તમારા ચહેરાની થકાન, ગંદા સ્પોટ, પિંપલ્સને છુપાવે છે.

લિપ લાઈનર

લિપ લાઈનરની હાજરી કોઈ પણ સમયે તમારા ચહેરાને એક ન્યુ લૂક આપવાની સાથે સાથે, મેકઅપને પોલિસ્ડ અને કમ્પ્લીટ કરે છે.

આઇલાઇનર અમે મસ્કારા

આંખો તમારા સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેમને સુંદર રાખવા માટે, તમારા મેકઅપ ટૂલ્સમાં આઇલાઇનર જરૂર હોવી જોઈએ. આંખોની વાત હોય તો તે મસ્કારા વિના અધુરી છે. મસ્કરાને સારી રીતે અપ્લાઈ કરો તો આંખોનો લૂક બદલાઈ જાય છે. તેથી તેને મેકઅપ કિટમાં પણ શામેલ કરો.

લિપસ્ટિક અને લિપગ્લોસ

જોકે સામાન્ય રીતે છોકરીઓ આને લઈને ભૂલ કરતી નથી, પરંતુ તો પણ ખાતરી કરી લો કે વેનિટી બેગમાં મનપસંદ લિપિસ્ટ અને લિપગ્લોસ હાજર હોય. આ ઉપરાંત, તમારી પાસે ફાઉન્ડેશન બ્રશ, આઇશેડોડો બ્રશ, બ્યુટી સ્પંજ અને બ્લેંડિંગ બ્રશ બ્રશ પણ હોવું જોઈએ.