LIFESTYLE: વરસાદની ઋતુમાં મચ્છરોનો આતંક ઘણો જ વધી જાય છે. ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અને વાતાવરણના ભેજને લીધે એ આરામથી ઉછરે છે તથા ઝુંડ બનાવીને ઝડપભેર ફેલાય છે. વાસ્તવમાં, મચ્છરો દ્વારા હાલના દિવસોમાં ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનિયા જેવી બીમારીઓ જેટલી ઝડપે ફેલાઇ રહી છે, એ જોતા મચ્છરોના આક્રમણથી આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરવું અતિ આવશ્યક બની જાય છે.
સામાન્ય રીતે મચ્છરોથી રક્ષણ માટે કેટલીયે જાતના મૉસ્કિટો રિફિલ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ એમનો ઉપયોગ કરવો ઘણી વખત સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આવા સંજોગોમાં તમે ઘરે બેઠાં, જાતે જ મૉસ્કિટો રિફિલ તૈયાર કરવાનો વિકલ્પ અપનાવી શકો છો. એની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી, જેથી મચ્છરોને ઘરમાંથી ભગાડવા માટેનો આ એક સુરક્ષિત ઉપાય છે.
નેચરલ મૉસ્કિટો રિફિલ તૈયાર કરવાની સામગ્રી:
લીમડાનું તેલ
પાણી
લેવેન્ડર ઑઇલ
જૂનું ખાલી મૉસ્કિટો રિફિલ કન્ટેનર
મૉસ્કિટો રિફિલ કઇ રીતે બનાવવું?
ઘરે જ મૉસ્કિટો રિફિલ તૈયાર કરવા માટે સૌપ્રથમ જૂની, ખાલી થયેલી મૉસ્કિટો રિફિલ બોટલને ધોઇને સારી રીતે સૂકવી લો. હવે એમાં 30 મિલીલીટર લીમડાનું તેલ નાખો. પછી એમાં 60 મિલીલીટર પાણી ઉમેરો. ત્યારબાદ, 10-15 ટીપાં લેવેન્ડર ઑઇલ મેળવી દો. હવે બોટલને બંધ કરીને સારી રીતે હલાવી લો જેથી તમામ સામગ્રી પરસ્પર સરસ રીતે ભળી જાય. હવે આ મિશ્રણને મૉસ્કિટો મશીનમાં લગાવીને વાપરી શકો છો.
બાળકો માટે પણ સુરક્ષિત
અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, લીમડા તથા નીલગિરી જેવા કુદરતી તત્વોથી બનેલું આ મૉસ્કિટો રિફિલ સંપૂર્ણપણે કૅમિકલ રહિત છે, જે આપણા સ્વાસ્થ્ય માટે તદ્દન સુરક્ષિત છે. એમાંથી ફેલાતી લીમડા અને લેવેન્ડરની તીવ્ર વાસ મચ્છરોને ઘરમાંથી દૂર ભગાડવામાં મદદ કરે છે. વળી, આ મૉસ્કિટો રિફિલ નાના બાળકો, વડીલો તથા ઍલર્જીથી પીડાતાં લોકો માટે પણ સુરક્ષિત છે.
આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
